Friday, October 28, 2022

Gujarat Election: રાજકોટ જિલ્લાની બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા, ગોંડલ અને જસદણ બેઠક પર છે સૌની નજર, જાણો કેમ

રાજકોટ (Rajkot) જિલ્લાની બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં સૌથી પહેલા જેતપુર અને જામકંડોરણા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.. જેતપુર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય જશુમતી કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ દાવેદારી નોંધાવી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: તન્વી સોની

ઑક્ટો 28, 2022 | 12:48 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે. ત્યારે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ ભાજપ દ્વારા દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લાની વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્રની સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠકનો પણ સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ જિલ્લાની જેતપુર, જસદણ, ધોરાજી, ગોંડલ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. સૌથી વધુ દાવેદારો રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે આવ્યા છે.

તો રાજકોટ જિલ્લાની બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં સૌથી પહેલા જેતપુર અને જામકંડોરણા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.. જેતપુર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય જશુમતી કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ દાવેદારી નોંધાવી છે. જિલ્લામાં ગોંડલ અને જસદણ બેઠક પર સૌની નજર છે. ગોંડલ બેઠક પર બે ક્ષત્રિય અગ્રણીઓના પુત્રોની ટિકિટ માટે ભારે ખેંચતાણ છે. જ્યારે જસદણ બેઠક પર કુંવરજી અને ભરત બોઘરાના જૂથવાદ વચ્ચે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. આતરફ રાજકોટ ગ્રામ્ય બેઠક પર લાખા સાગઠિયાને રીપીટ કરવાની માંગ ઉઠી છે. જો લાખા સાગઠિયા નહીં તો ભાનુ બાબરિયા, મોહન દાફડા, મનોજ રાઠોડના નામની સેન્સ લેવામાં આવી છે.

જો રાજકીય સમીકરણોની વાત કરીએ તો રાજકોટની પશ્વિમ વિધાનસભા બેઠક પર વિજય રૂપાણીના નામની સેન્સ આવે છે કે કેમ ? તે હજુ મોટો સવાલ છે. જો વિજય રૂપાણી ચૂંટણી ન લડે તો તેના બદલે કોણ દાવેદારી નોંધાવશે તેના પર નજર સૌની નજર છે. જ્યારે રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક પર કોણ દાવેદારી નોંધાવશે તેના પર સૌની નજર છે. કારણ કે આ સીટ પર બે જૂથ વચ્ચેનો જૂથવાદ ચરમસીમા પર છે. આ તરફ રાજકોટ દક્ષિણ બેઠક પર સ્થાનિકને ટિકિટ મળવી જોઇએ તેવો સૂર ઉઠતા રાજકારણ ગરમાયું છે અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર દાવેદારોની ભરમાર છે. જેતપુર સીટ પર જયેશ રાદડિયાની સાથે કોણ ટિકિટ માંગે છે તેના પર સૌની નજર છે.

ગોંડલ, ગુજરાતની વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપરથી 2017 માં જાડેજા ગીતાબા જયરાજસિંહ ને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે બીજેપી ના ધારાસભ્ય છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.