ત્રણ દિવસના મિશન કાશ્મીર પર ગૃહપ્રધાન અમિત શાહ, વાંચો કેટલી અગત્યતા ધરાવે છે આ મુલાકાત | Home Minister Amit Shah on a three day mission to Kashmir, read how important this visit is

અમિત શાહ(Amit Shah)ની આ બંને રેલી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ દરમિયાન તેઓ પહાડી લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે. આ પગલાને ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણી (Assembly Election )પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં પોતાનું ચૂંટણી વજન વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ત્રણ દિવસના મિશન કાશ્મીર પર ગૃહપ્રધાન અમિત શાહ, વાંચો કેટલી અગત્યતા ધરાવે છે આ મુલાકાત

Amit Shah is on a three-day visit to Jammu and Kashmir

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah)જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Assembly Election)ના ધમધમાટ વચ્ચે અમિત શાહની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહ બે રેલીઓને સંબોધિત કરવાના છે. તેઓ મંગળવારે જમ્મુના રાજૌરી જિલ્લામાં એક રેલી અને બુધવારે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બીજી રેલીને સંબોધિત કરશે. શાહ માતા વૈષ્ણો દેવી(Vaishnodevi Temple)ની પણ મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ નવરાત્રીના છેલ્લા દિવસે મંગળવારે પ્રાર્થના કરશે.

અધિકારીઓએ જણાવ્યું કે શાહ ગુર્જર અને બકરવાલ સહિત અનેક પ્રતિનિધિમંડળોને મળવાની સંભાવના છે. આ સિવાય તેઓ અહીં પહોંચ્યા બાદ તરત જ ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરશે. રાજૌરીથી પરત ફર્યા બાદ તેઓ જમ્મુ ક્ષેત્રમાં કેટલીક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શાહ મંગળવારે સાંજે કાશ્મીર જવા રવાના થશે જ્યાં તેઓ બુધવારે બારામુલ્લામાં એક રેલીને સંબોધિત કરશે.

અમિત શાહની આ બંને રેલી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ દરમિયાન તેઓ પહાડી લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે. આ પગલાને ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં પોતાનું ચૂંટણી વજન વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

અમિત શાહની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે હાલમાં જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીને સુધારવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 20-25 લાખ નવા મતદારો ઉમેરાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા 25 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સંભાવના છે.

અમિત શાહની આ મુલાકાત રાજ્યની સુરક્ષાની સ્થિતિના સંદર્ભમાં પણ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ 5 ઓક્ટોબરે શ્રીનગરમાં રાજભવનમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે બેઠક કરશે અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપરાંત સેના, અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે. તેમની મુલાકાત પહેલા રાજ્યમાં એક પછી એક હુમલાને જોતા સુરક્ષા સ્થિતિની સમીક્ષા વધુ મહત્વની બની ગઈ છે.

છેલ્લા અઠવાડિયા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં બે મોટા આતંકી હુમલા થયા છે. આવી સ્થિતિમાં અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને અનેક સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને હવાઈ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-પૂંચ અને શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર સર્ચ સઘન બનાવવામાં આવ્યું છે, જ્યારે વધારાની પોલીસ અને અર્ધલશ્કરી દળોને પરિસ્થિતિ પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે શ્રીનગર-બારામુલ્લા-કુપવાડા હાઈવે સહિત ઘણી જગ્યાએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહ, જેમણે ગયા અઠવાડિયે બંને સ્થળોની મુલાકાત લીધી હતી, જણાવ્યું હતું કે આતંકવાદીઓ અને તેમના હેન્ડલર્સ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઉચ્ચ સ્તરીય મુલાકાતને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Previous Post Next Post