IIM-અમદાવાદમાં Phd કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા સામે સ્ટેની માગ સાથે અરજી

[og_img]

  • હાઈકોર્ટ IIM-અમદાવાદને નોટિસ પાઠવી
  • IIM-એ દ્વારા Phd કોર્સમાં અનામતનો અમલ કરાયો નથી
  • ભૂતકાળમાં આ મુદ્દે જાહેરહિતની અરજી કરાયેલી છે

અમદાવાદ IIMમાં Phdના કોર્સમાં વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશની પ્રક્રિયા સપ્ટેમ્બર-2022માં શરૂ થઈ છે. જેમાં, એસસી, એસટી અને ઓબીસીને અનામતનો લાભ આપવામાં આવ્યો નથી, તેથી આ પ્રવેશ પ્રક્રિયા પર સ્ટે આપવાની માગ સાથે અરજી અરજી થયેલી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે IIM-અમદાવાદને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ કેસની વધુ સુનાવણી 15 નવમ્બરે હાથ ધરાશે.

અરજદારના વકીલની રજૂઆત

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, IIM-અમદાવાદમાં Phd કોર્સમાં એસસી, એસટી અને ઓબીસીને અનામતનો લાભ આપવાની માગ સાથે નવેમ્બર-2021માં અરજી થયેલી છે. જેમાં, હાઈકોર્ટે IIMને નોટિસ પાઠવેલી છે. હવે, શૈક્ષણિક વર્ષ 2023-24 માટેની પ્રવેશ પ્રક્રિયા સપ્ટેમ્બર-2022માં શરૂ થઈ છે અને જાન્યુઆરી-2023માં તે પૂર્ણ થશે. દેશભરમાં 20 IIM છે, જેમાં 12 થી 15 IIMમાં Phd કોર્સમાં એસસી,એસટી અને ઓબીસીને અનામત આપવાનો અમલ થયો છે. જો કે, IIM-અમદાવાદમાં હજુ સુધી તેનો અમલ થયો નથી. IIM અમદાવાદ એ કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન છે અને સેન્ટ્રલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુશન ( રિઝર્વેશન ઈન એડમિશન) એક્ટ-2006 હેઠળ IIM-અમદાવાદે Phd કોર્સમાં અનામત આપવુ જોઈએ. જો કે, તેનો અમલ કરાતો નથી.

Previous Post Next Post