જો કે પાકિસ્તાનની આ હાર તેના દેશના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને (Shoaib Akhtar) પચતી નથી. તેણે ભારતને પડકાર ફેંક્યો છે. અખ્તરે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે અને પછી પાકિસ્તાન ટીમ ઈન્ડિયાને હરાવી દેશે.
છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
ભારત વિરુદ્ધ પાકિસ્તાન: 90 હજાર કરતા વધારે દર્શકોથી ભરચક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે રોમાંચક જીત મેળવી હતી. ભારતે આ રોમાંચક મેચમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યુ હતુ. મેચ એટલી રોમાંચક હતી કે પરિણામ મેચના છેલ્લા બોલ પર આવ્યુ અને તે પહેલા મેચમાં કંઈ પણ થઈ શક્યુ હોત. વિરાટ કોહલી અંત સુધી મેદાન પર રહ્યો અને ટીમને જીત અપાવીને જ પરત ફર્યો. જો કે પાકિસ્તાનની આ હાર તેના દેશના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને (શોએબ અખ્તર) પચતી નથી. તેણે ભારતને પડકાર ફેંક્યો છે. અખ્તરે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે અને પછી પાકિસ્તાન ટીમ ઈન્ડિયાને હરાવી દેશે.
પાકિસ્તાને આ મેચમાં જોરદાર લડત આપી હતી પરંતુ તે જીતી શકી નહોતી. પ્રથમ બેટિંગ કરતા બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. ભારતે આ લક્ષ્યાંક 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કોહલીએ અણનમ 82 રન બનાવ્યા હતા. દુનિયાભરના કરોડો લોકોએ આ મેચ નીહાળી હતી. જો કે અખ્તરે ટીમ ઈન્ડિયા અને કોહલીની પ્રશંસા પણ કરી હતી, પરંતુ સાથે જ તેને ભવિષ્ય માટે ચેતવણી પણ આપી હતી.
પાકિસ્તાનની હાર પર શોએબ અખ્તરનું નિવેદન
પાકિસ્તાનની હાર બાદ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો છે અને તેમાં ભારત-પાકિસ્તાનની મેચનું વિશ્લેષણ કર્યું હતુ. અખ્તરે આ વીડિયોમાં ભારતને જીતને બરબાદ ન કરવાની શીખ પણ આપી છે. અખ્તરે કહ્યું, “આજે ભારત અને પાકિસ્તાનથી ઘણા બાળકો આવ્યા હતા. આજે તે સારું ક્રિકેટ જોવા ગયા હતા છે. મારી અપીલ છે કે સારી યાદો છોડી દો કારણ કે બાળકો પણ સોશિયલ મીડિયા જુએ છે. આ જીતને ખરાબ વસ્તુઓથી વેડફશો નહીં, હિન્દુસ્તાનને મારી આ અપીલ છે.
અખ્તરે કહ્યું કે, “પાકિસ્તાને સારું પ્રદર્શન કર્યું. બોલ સમજાતો ન હતો તેવી વિકેટ પર પાકિસ્તાને 160 રન કર્યા હતા. જોકે અમારો મિડલ ઓર્ડર મેચ્યોરિટી સાથે રમી શક્યો નહોતો. પણ ભારતને અભિનંદન. અત્યારે આ વર્લ્ડ કપમાં ભારતે એક મેચ જીતી છે અને પાકિસ્તાને એક મેચ હારી છે. હવે અમારે ભારતને ફરી મળવાનું છે. ભારતે અમારી સામે ફરી આવવુ પડશે.
વડાપ્રધાને આપી ભારતીય ટીમને શુભેચ્છા
ભારતીય ટીમે સારી લડાઈમાં વિજય મેળવ્યો! આજે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન. માટે ખાસ ઉલ્લેખ @imVkohli એક અદભૂત ઇનિંગ્સ માટે જેમાં તેણે નોંધપાત્ર મક્કમતા દર્શાવી હતી. આગળની રમતો માટે શુભેચ્છાઓ.
— નરેન્દ્ર મોદી (@narendramodi) 23 ઓક્ટોબર, 2022
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટમાં લખ્યુ કે, ભારતીય ટીમે સારી લડાઈમાં વિજય મેળવ્યો. આજના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન. અદભૂત ઇનિંગ્સ માટે વિરાટ કોહલીનો ખાસ ઉલ્લેખ જેમાં તેણે નોંધપાત્ર મક્કમતા દર્શાવી. આગળની રમતો માટે શુભેચ્છાઓ.