IND vs SA, 2nd ODI Match Report: ભારતનો 7 વિકેટે શાનદાર વિજય, શ્રેયસ અય્યરની શાનદાર સદી, ઇશાન 7 રને ચુક્યો

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની બીજી વન ડે મેચ રાંચીમાં રમાઈ રહી છે. ભારતે બીજી વન ડે જીતી લઈને સિરીઝને 1-1 થી બરાબર કરી લીધી છે. આ પહેલા ભારતે લખનૌમાં રમાયેલી પ્રથમ વનડે મેચ 9 રને ગુમાવી હતી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. નિર્ધારીત […]

IND vs SA, 2nd ODI Match Report: ભારતનો 7 વિકેટે શાનદાર વિજય, શ્રેયસ અય્યરની શાનદાર સદી, ઇશાન 7 રને ચુક્યો

Shreyas Iyer અને Ishan Kishanની શાનદાર ભાગીદારી

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની બીજી વન ડે મેચ રાંચીમાં રમાઈ રહી છે. ભારતે બીજી વન ડે જીતી લઈને સિરીઝને 1-1 થી બરાબર કરી લીધી છે. આ પહેલા ભારતે લખનૌમાં રમાયેલી પ્રથમ વનડે મેચ 9 રને ગુમાવી હતી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. નિર્ધારીત 50 ઓવરમાં પ્રવાસી ટીમે 7 વિકેટ ગુમાવીને હેન્ડ્રીક્સ અને માર્કરમની અડધી સદીની મદદ વડે 278 રન નોંધાવ્યા હતા. જવાબમાં શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની સદી અને ઇશાન કિશન (Ishan Kishan) ની શાનદાર ઈનીંગ વડે ભારતે જીત મેળવી હતી.

ભારતની શરુઆત આ વખતે પણ સારી રહી નહોતીં. ભારતીય સુકાની શિખર ધવને ઝડપથી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ધવનના રુપમાં ભારતને 28 રનના સ્કોર પર જ છઠ્ઠી ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ધવને 20 બોલનો સામનો કરીને 13 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 છગ્ગો નોંધાવ્યો હતો. ત્યાર બાદ શુભમન ગિલે 26 બોલનો સામનો કરીને 28 રન નોંધાવ્યા હતા. તેણે ભારતીય ટીમના 48 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. આમ ભારતે 50 રનના આંકડાએ પહોંચવા અગાઉ બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી.

અય્યરની સદી, ઈશાન 7 રને ચૂક્યો

જોકે બાદમાં ઇશાન કિશન અને શ્રેયસ અય્યરે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. ઈશાન 7 રન માટે સદી ચૂક્યો હતો. તેણે 84 બોલમાં 93 રનની શાનદાર ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 છગ્ગા ફટકાર્યા હતા. તેની અય્યર સાથેની રમતે જ જીતનો પાયો નાંખ્યો હતો.

શ્રેયસ અય્યરે શાનદાર સદી નોંધાવી હતી. તેણે 102 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. અય્યરે ભારતીય ટીમ માટે મહત્વની સદી નોંધાવી હતી.  તેની સદી દરમિયાન તેણે એક પણ છગ્ગો જમાવ્યો નહોતો, પરંતુ ઈનીંગમાં 14 ચોગ્ગા નોંધાવ્યા હતા. વન ડેમાં અય્યરે કારકિર્દીની બીજી સદી નોંધાવી હતી. આફ્રિકા સામેની રાંચીમાં રમાયેલી ઈનીંગ વન ડે કરિયરની તેની સૌથી મોટો ઈનીંગ સ્કોર નોંધાયો છે. તે અગાઉ 12 અડદી સદી નોંધાવી ચુક્યો છે. અંતમાં સંજુ સેમસન અને અય્યર બંને એ શાનદાર રમત દર્શાવી હતી. સેમસને પણ અય્યરને સારો સાથ પૂરાવ્યો હતો.

Previous Post Next Post