IND vs SA 2nd ODI Weather: રાંચીમાં રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં વરસાદ વિલન બનશે?

IND Vs SA 2nd ODI Weather Forecast: લખનૌમાં પણ વરસાદના કારણે મેચ બે કલાકથી વધુ મોડી શરૂ થઈ હતી અને માત્ર 40-40 ઓવરની જ મેચ રમાઈ હતી.

IND vs SA 2nd ODI Weather: રાંચીમાં રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં વરસાદ વિલન બનશે?

Ranchi: Weather forecast report

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Oct 08, 2022 | 8:44 PM

ભારત અને સાઉથ આફ્રિકા (India Vs Soth Africa) વચ્ચેની વનડે સીરીઝ પર સતત ત્રાંસી વાતાવરણ રહે છે. લખનૌમાં શ્રેણીની પ્રથમ મેચમાં વરસાદે તેની અસર દેખાડી હતી અને હવે તેની દખલ રાંચીમાં યોજાનારી બીજી મેચ (2nd ODI) માં જોવા મળી શકે છે. સિરીઝની બીજી મેચ રવિવાર, 9 ઓક્ટોબરના રોજ રાંચીમાં રમાવાની છે, પરંતુ તેના એક દિવસ પહેલા એટલે કે શનિવારે રાંચીમાં વચ્ચે-વચ્ચે વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં રવિવારે પણ વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે.

أحدث أقدم