Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» IND vs SA: દક્ષિણ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમા શ્રેણીમાં માત્ર 3 જ રન જ નોંધાવી શક્યો, ત્રણ બોલરોએ કર્યુ કામ તમામ | India Vs South Africa 3rd T20 Match Temba Bawuma 1st runs for this series on 3rd ball Umesh Yadav
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા (Temba Bawuma) ને ભારત પ્રવાસ ફળ્યો નથી. તેણે કંગાળ રમત રમી છે. અર્શદીપ સિંહ, દીપક ચહર પછી હવે ઉમેશ યાદવે (Umesh Yadav) આ કર્યું
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાને ભારત પ્રવાસ આ વખતે ફળ્યો નથી શ્રેણી તો પોતાની આગેવાનીમાં ગુમાવી દીધી, પરંતુ પોતાનુ બેટ પણ ચાલી ના શક્યુ. ત્રીજી મેચમાં બાવુમા ફરીથી ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. ઉમેશ યાદવે 5મી ઓવરના પહેલા બોલ પર બાવુમાને પોતાનો શિકાર બનાવ્યો હતો.
ત્રીજી મેચમાં બાવુમા માત્ર 3 રન બનાવી શક્યો હતો. તેણે ત્રીજા બોલ પર સિંગલ લઈને આ મેચમાં સિરીઝનો પોતાનો પહેલો રન બનાવ્યો, પરંતુ તે પોતાની ઇનિંગ્સને વધુ આગળ વધારી શક્યો નહીં.
આ પહેલા બાવુમા પ્રથમ બે મેચમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. એટલે કે ભારત સામેની T20 સિરીઝમાં તે માત્ર 3 રન બનાવી શક્યો હતો.
ભારત આવતા પહેલા સારા ફોર્મમાં રહેલા બાવુમાએ અહીં પોતાની લયથી ભટકી ગયો હતો. ફાસ્ટ બોલરોએ ત્રણેય વખત બાવુમાને પોતાનો શિકાર બનાવ્યો હતો.
પ્રથમ મેચમાં દીપક ચહર, બીજી મેચમાં અર્શદીપ સિંહ અને ત્રીજી મેચમાં ઉમેશે તેને પેવેલિયન મોકલ્યો હતો.