[og_img]
- દક્ષિણ આફ્રિકાનો ભારતને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ
- રોહિત શર્મા 0 રને શ્રેયસ ઐયર માત્ર 3 રનમાં આઉટ
- આફ્રિકા તરફથી ડી.કોકના 68, રિલી રોસોઉના 100 રન
ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની છેલ્લી અને ત્રીજી મેચમાં ભારતમાં 5 ઓવરમાં 2 વિકેટે 45 રન થયા છે. ભારત તરફથી ઓપનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકિપર ઋષભ પંત આવ્યા હતા. રોહિત શર્મા 0 રને આઉટ થયો છે. કાર્ગિસો રબાડાએ રોહિત શર્માને બોલ્ડ કર્યો છે. તો બીજી ઓવરમાં શ્રેયલ ઐયર માત્ર એક રન બનાવી વેઇન પાર્નેલની ઓવરમાં LBW આઉટ થયો છે.
ભારતને 228 રનનો ટાર્ગેટ
આ પહેલા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 227 રન ફટકારી ભારતને 228 રનનો ટાર્ગટે આપ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટે 227 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોકે ફિફ્ટી ફટકારી છે. તે 43 બોલમાં 68 રન કરી રન આઉટ થયો છે. ડી.કોકને ઐયર/પંતે રન આઉટ કર્યો છે. તો રિલી રોસોઉ પણ ધુઆધાર બેટીંગ કરી સદી ફટકારી છે. ડી.કોક અને રિલી રોસોઉએ 90 રનની ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી રિલી રોસોઉએ સદી ફટકારી 48 બોલમાં 100 રન કર્યા હતા.
રોસોઉના 48 બોલમાં 100 રન
દક્ષિણ આફ્રિકાએ બે ટી-20 હાર્યા બાદ ત્રીજી ટી-20માં ધૂઆધાર શરૂઆત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રિલી રોસોઉએ સદી ફટકારી હતી. તેણે માત્ર 48 બોલમાં 100 રન ફટકાર્યા હતા. રોસોઉએ મેચમાં ચાર સિક્સ અને છ ફોર ફટકારી હતી.
દક્ષિણ આફ્રિકાનો સ્કોરબોર્ડ
ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી
મેચ પહેલા બંને ટીમોના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં ભારતે ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ પસંદ કરી છે અને દક્ષિણ આફ્રિકાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ત્રણ મેચોની ટી20ની શ્રેણીમાં ભારત પહેલા જ 2-0થી આગળ છે. આવામાં ભારત ત્રીજી ટી20 મેચમાં પણ આફ્રિકાની ટીમને હરાવી આપીને 3-0થી સીરિઝ જીતવા માંગશે.
કોહલી-રાહુલને આરામ અપાયો
સાઉથ આફ્રિકાની ટીમ સામે ટી20 સીરિઝ જીતી ગયા બાદ આખરે ભારતીય ટીમ મેનેજમેન્ટે અંતિમ T20 મેચ માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલને આરામ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
- બંને ટીમ:
- ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, રવિચંદ્રન અશ્વિન, દીપક ચહર, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
- દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રિલી રોસોઉ, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઇન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિચ નોર્ટજે, લુંગી એનગીડી