જસપ્રીત બુમરાહ પર રાહુલ દ્રવિડે આપ્યુ અપડેટ, હેડ કોચે કહ્યુ-આગળના પગલાની રાહ જોઈ રહ્યા છીએ | IND vs SA: Jasprit Bumrah injury coach Rahul Dravid reaction on availability T20 World Cup 2022 India Vs South Africa

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે અને હાલમાં NCA ખાતે તબીબી ટીમની દેખરેખ હેઠળ તેના પરીક્ષણો કરાવી રહ્યો છે.

જસપ્રીત બુમરાહ પર રાહુલ દ્રવિડે આપ્યુ અપડેટ, હેડ કોચે કહ્યુ-આગળના પગલાની રાહ જોઈ રહ્યા છીએ

Jasprit Bumrah ને લઈ રાહુલે અપડેટ આપ્યુ

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) T20 વર્લ્ડ કપમાં રમી શકશે કે નહીં? અત્યારે ભારતીય ક્રિકેટમાં આ જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે. સમાચાર એજન્સી એ ગત ગુરુવાર 29 સપ્ટેમ્બરના રોજ એક અહેવાલમાં દાવો કર્યો હતો કે બુમરાહ તેની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જો કે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી અને બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) પણ હવે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 28 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમાં T20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. બુમરાહ આ મેચમાં ટીમનો ભાગ બની શક્યો ન હતો. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે તેને પીઠમાં હળવો દુખાવો હતો, જેના પછી બીસીસીઆઈએ અપડેટ આપ્યું અને કહ્યું કે બુમરાહે પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી, જેના પછી તે મેચમાંથી બહાર થઈ ગયો હતો.

أحدث أقدم