ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ન્યૂઝીલેન્ડ સમક્ષ સ્ટુડન્ટ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો | India external affairs minister s jaishankar raised issue of student visa before new zealand

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે( S Jaishankar)  ગુરુવારે ન્યુઝીલેન્ડના(Newzealand)  વિદેશ મંત્રીને અભ્યાસ માટે દેશમાં આવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા( Student Visa)  પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી હતી. જયશંકરે રોગચાળાથી પ્રભાવિત વિદ્યાર્થીઓ પ્રત્યે  ઉચિત અને વધુ સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર માટે પણ વિનંતી કરી હતી

ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ન્યૂઝીલેન્ડ સમક્ષ સ્ટુડન્ટ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો

India Foreign Minister Meet New Zealand Foreign Minister Nanaia Mahuta

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે( S Jaishankar)  ગુરુવારે ન્યુઝીલેન્ડના(Newzealand)  વિદેશ મંત્રીને અભ્યાસ માટે દેશમાં આવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા( Student Visa)  પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી હતી. જયશંકરે રોગચાળાથી પ્રભાવિત વિદ્યાર્થીઓ પ્રત્યે  ઉચિત અને વધુ સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર માટે પણ વિનંતી કરી હતી. વિદેશ મંત્રી તરીકે ન્યુઝીલેન્ડની પ્રથમ મુલાકાતે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રી નનયા માહુતા સાથે ફળદાયી ચર્ચા કરી હતી. તેમણે ભારતીય વિદ્યાર્થીઓ, જેઓ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, હોસ્પિટાલિટી, વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર જેવી વિવિધ વિદ્યાશાખાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. તેઓ ન્યુઝીલેન્ડ ભણવા માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં બીજા ક્રમે છે.

જયશંકરે કહ્યું, “મેં સંબંધિત મંત્રી સાથે એવા વિદ્યાર્થીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે જેમણે કોવિડના સમયગાળા દરમિયાન ન્યુઝીલેન્ડ છોડવું પડ્યું હતું અને જેમને તેમના વિઝા રિન્યૂ કરવાની તક મળી ન હતી.” માહુતા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે કહ્યું, “હું વિદ્યાર્થીઓ માટે વધુ ન્યાયી અને વધુ સહાનુભૂતિપૂર્ણ વ્યવહારની વિનંતી કરું છું.” તેમણે એવા વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવા પણ વિનંતી કરી કે જેઓ તેમના અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ આવવાની રાહ જોઈ રહ્યા છે.મંત્રીઓએ બંને દેશોમાં કૌશલ્યની માંગના મુદ્દા પર પણ ચર્ચા કરી.

જયશંકરે બંને દેશો વચ્ચેની ચર્ચાઓ અને વિચારોના આદાનપ્રદાન અંગે ખુશી વ્યક્ત કરી અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો.તેમણે ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રીને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન સાથે ભારતીય સમુદાયના સભ્યોને તેમની અસાધારણ સિદ્ધિઓ અને યોગદાન માટે સન્માનિત કરશે.