India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 5 વર્ષ સુધી નહીં રમાય દ્વીપક્ષીય શ્રેણી, BCCI એ બતાવ્યો પ્રોગ્રામ

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે એશિયા કપ બાદ હવે ટી20 વિશ્વકપ (T20 World Cup 2022) માં ટક્કર થનારી છે, આગામી વર્ષોમાં પણ ક્રિકેટ ચાહકોએ બંને ટીમો વચ્ચેની મેચ માણવા આવી મોટી ટૂર્નામેન્ટોની રાહ જોવી પડશે

India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 5 વર્ષ સુધી નહીં રમાય દ્વીપક્ષીય શ્રેણી, BCCI એ બતાવ્યો પ્રોગ્રામ

BCCI એ રાજ્ય સંઘોને Team India નો પ્રોગ્રામ મોકલ્યો

ભારત અને પાકિસ્તાન (ભારત વિ પાકિસ્તાન) વચ્ચે આગામી 23 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિમાં ટક્કર થનારી છે. આ મેચ ટી20 વિશ્વકપ (T20 વર્લ્ડ કપ 2022) નો હિસ્સો છે. આ પહેલા બંને ટીમો એશિયા કપમાં ટકરાઈ હતી. આમ ટૂંકા સમયમાં ફરીથી બંને ટીમો સામસામે થઈ રહી છે. જોકે ફરીથી ક્યારે બંને ટીમો ટકરાશે, તે કશુ જ નિશ્ચિત નથી. કારણ કે ICC કે એશિયા કપ જેવી ટૂર્નામેન્ટોમાં જ બંને ટીમો સામ સામે થઈ શકે છે, એ સિવાય કોઈ શક્યતા જણાતી નથી. 2027 સુધી તો બંને વચ્ચે દ્વીપક્ષીય શ્રેણી રમાય એવો કોઈ ચાન્સ જ નથી. કારણ કે આગામી પાંચ વર્ષ માટેનો ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (ફ્યુચર ટુર પ્રોગ્રામ) માં BCCI એ પાકિસ્તાનની કોલમ ખાલી છોડી દીધી છે. મતલબ પાકિસ્તાન સામે સામ સામે થવાનો સીધો કોઈ રસ્તો નથી જ એ સંદેશો પણ આપી દીધો છે.

હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા રાજ્ય સંઘોને ભારતીય ટીમના આગામી પાંચ વર્ષના ફ્યૂચર ટૂર પ્રોગ્રામની વિગતો મોકલી છે. જેમાં 2023 થી 2027 સુધીના કાર્યક્રમ દર્શાવવામાં આવ્યા છે. જેમાં બોર્ડ દ્વારા પાકિસ્તાન ની કોલમને ખાલી જ રાખી દીધી છે. આમ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા દેશો સામે વધારે ક્રિકેટ મેચ રમશે. પ્રોગ્રામની વિગતો મુજબ પ્રતિવર્ષ ટેસ્ટ શ્રેણી અને વ્હાઈ બોલ સિરીઝના શેડ્યૂલ દર્શાવવામાં આવ્યા છે. આમ ક્રિકેટ ચાહકોને ખૂબ ક્રિકેટ આગામી પાંચ વર્ષમાં માણવા મળશે.

10 વર્ષથી નથી રમાઈ દ્વીપક્ષીય શ્રેણી

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક દશક થી દ્વીપક્ષીય એક પણ શ્રેણી રમાઈ નથી. અંતિમ શ્રેણી વર્ષ 2012-13 માં પાકિસ્તાને ભારત પ્રવાસ કર્યો હતો. જે વખતે 3 વનડે અને 2 ટી20 મેત રમાઈ હતી. જેમાં પાકિસ્તાન વન ડે શ્રેણી 2-1 થી જીત્યુ હતુ, જ્યારે ટી20 સિરીઝ બરાબરી પર રહી હતી.

38 ટેસ્ટ, 42 વન ડે અને 61 ટી20 મેચોનો કાર્યક્રમ

ભારતીય ટીમનો કાર્યક્રમ આગામી પાંચ વર્ષ માટે ભરચક છે. જે દરમિયાન આઈસીસી ટૂર્નામેન્ટ એટલે વિશ્વકપ ઉપરાંત એશિયા કપ સહિતના મોટા આયોજનોમાં હિસ્સો લેવા ઉપરાંત દ્વીપક્ષીય શ્રેણીઓ અનેક દેશો સાથે આયોજન કરાયેલી છે. જેમાં ભારતીય ટીમ વ્યસ્ત રહેશે. જોકે આ યાદીમાં ભારતનો પાકિસ્તાન સાથે રમવાનો કોઈ જ કાર્યક્રમની શક્યતાઓ દર્શાવાઈ નથી. બોર્ડ આમ પણ ભારત સરકારની મંજૂરી મળવા સુધી દ્વીપક્ષીય સિરીઝ રમવા માટે કોઈ નિર્ણય કરી શકે એમ નથી.

આગામી પાંચ વર્ષ દરમિયાન ભારતીય ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સૌથી વધુ મેચ ટી20 રમશે. 61 જેટલી મેચોનુ પ્લાનિંગ દર્શાવવામાં આવ્યુ છે. ભારતમાં આ પૈકીની 31 મેચો રમાશે, જ્યારે બાકીની 30 મેચ વિદેશમાં રમાશે. ત્યાર બાદ 42 વન ડે મેચ રમાનારી છે. જેમાં 21 મેચ ઘર આંગણે અને 2 મેચ વિદેશમાં રમાનારી છે. 38 જેટલી ટેસ્ટ મેચો રમાશે, જેમાંથી 18 ટેસ્ટ મેચ માટે ભારત વિદેશ પ્રવાસ કરશે. જ્યાકે 20 ટેસ્ટ મેચો પ્રવાસી ટીમો સાથે ઘર આંગણે રમશે.

أحدث أقدم