India vs South Africa, 2nd T20, Score: દક્ષિણ આફ્રિકાએ જીત્યો ટોસ, ભારત પ્રથમ બેટીંગ કરશે, ટીમ ઈન્ડિયા પાસે ઇતિહાસ રચવાનો મોકો | India vs South Africa T20 Series 2022 score and updates IND vs SA cricket match today playing XI 2nd October in Gujarati

IND vs SA 2nd T20 Match Updates: ભારતે પ્રથમ ટી20 મેચ જીતી લઈને સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી છે. બીજી ટી20 મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે.

India vs South Africa, 2nd T20, Score: દક્ષિણ આફ્રિકાએ જીત્યો ટોસ, ભારત પ્રથમ બેટીંગ કરશે, ટીમ ઈન્ડિયા પાસે ઇતિહાસ રચવાનો મોકો

Team India એ પ્રથમ મેચ જીતી સરસાઈ મેળવી હતી

ભારતીય ટીમે (Indian Cricket Team) તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ મેચમાં શાનદાર રમત બતાવીને જીત મેળવી હતી. આ સાથે ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી. હવે ગુવાહાટીમાં આજે રમાનાર બીજી મેચમાં ભારતની નજર સીરીઝ જીતવા પર રહેશે. જો ટીમ ઈન્ડિયા (Team India) આ કાર્યમાં સફળ રહેશે તો તે પ્રથમ વખત ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને T20 શ્રેણીમાં હરાવી શકશે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાની નજર શ્રેણીમાં વાપસી પર રહેશે.

દક્ષિણ આફ્રિકાએ જીત્યો ટોસ

આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ છે. દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. લુંગી એનગીડી ટીમમાં આવ્યો છે. જ્યારે તબરેઝ શમ્સી બહાર થયો છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રોહિત શર્મા એ જ ટીમ સાથે આવ્યો છે જેણે પ્રથમ મેચમાં ટીમને જીત અપાવી હતી.

أحدث أقدم