Indonesia: ફૂટબોલની મેચ હારી જતા ચાહકોએ મેદાનમાં જ મચાવી ધમાલ, 127ના મોત અનેક ઘાયલ | Indonesia: 127 people dead, many injured in violent violence during a football match in Indonesia

આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે અને લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડતી જોવા મળે છે.

Indonesia: ફૂટબોલની મેચ હારી જતા ચાહકોએ મેદાનમાં જ મચાવી ધમાલ, 127ના મોત અનેક ઘાયલ

violence during a football match in Indonesia

ઈન્ડોનેશિયામાં (Indonesia) શનિવારે ફૂટબોલ મેચ (football match) દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકો માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. દરમિયાન અરેમાની ટીમ હારી ગઈ. જે બાદ પોતાની ટીમને હારતી જોઈને મોટી સંખ્યામાં ચાહકો મેદાન તરફ દોડવા લાગ્યા હતા.

આ દરમિયાન કેટલાક લોકોએ ખેલાડીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે અને લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડતી જોવા મળે છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 180 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મારપીટ, નાસભાગ અને ગૂંગળામણને કારણે લોકોના મોત થયા છે. સ્ટેડિયમમાં માર્યા ગયેલા લોકોમાં બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.

એક વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો મેદાનમાં ઘૂસીને અહીં-ત્યાં ફૂટબોલ ફેંકી રહ્યા છે, ત્યારે પોલીસકર્મીઓ આવે છે અને બધાનો પીછો કરે છે. આ દરમિયાન કેટલાક લોકો જાળી પર લટકેલા જોવા મળે છે તો કેટલાક સીટ તરફ દોડી રહ્યા છે.

Previous Post Next Post