iPhoneના સ્પેયર પાર્ટસ ચીનના બદલે બનશે ગુજરાતમાં, આ શહેરની કંપનીને મળી જવાબદારી

આજ આઈફોનને (iPhone) લઈને એક મોટા સમાચારા સામે આવી રહ્યા છે.એપલના મોબાઈલમાં ઉપયોગમાં લેવાતા સ્પેયર પાર્ટસ હમણા સુધી ચીનમાં બનતા હતા, જે હવે ગુજરાતમાં બનશે એવી સંભાવના છે.

iPhoneના સ્પેયર પાર્ટસ ચીનના બદલે બનશે ગુજરાતમાં, આ શહેરની કંપનીને મળી જવાબદારી

iPhone mobile spare parts

Image Credit source: File photo

iPhone mobile spare parts : મોબાઈલ ફોન વાપરતા દરેક વ્યક્તિના મનમાં એક ઈચ્છા હોય છે કે જીવનમાં એક વાર તે એપલ કંપનીનો આઈફોન વાપરી શકે. કેટલાક લોકો વર્ષોથી પૈસા બચાવી પોતાના મનની આ ઈચ્છા પૂરી કરતા હોય.યુવા પેઢીમાં આઈફોન મોબાઈલને લઈને ભારે કેઝ જોવા મળે છે. આઈફોનના ફીચરને કારણે આઈફોનના દરેક વર્ઝનની કિંમત લાખ રુપિયાની ઉપર હોય છે. તેમ છતા લોકો આ મોબાઈલ ખરીદવા લાખો રુપિયા ખર્ચી નાખતા હોય છે. આજ આઈફોનને (iPhone) લઈને એક મોટા સમાચારા સામે આવી રહ્યા છે.એપલના મોબાઈલમાં ઉપયોગમાં લેવાતા સ્પેયર પાર્ટસ હમણા સુધી ચીનમાં બનતા હતા, જે હવે ગુજરાતમાં બનશે એવી સંભાવના છે.

હાલમાં આઈફોન 14, આઈફોન 14 પ્રો જેવા આઈફોનના નવા મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈફોનના મોબાઈલનું ભારે માત્રામાં વેચાણ થઈ રહ્યુ છે. આઈફોનનો ઉપયોગ આપણ સમાજમાં માન-સન્માન આપે છે તેવી લોકોમાં માન્યતા છે. કેટલાક લોકો તેના માટે પોતાની એક કીડની પણ વેંચી દેતા હોય છે. મળતી માહિતી અનુસાર એપલ મોબાઈલમાં ઉપયોગમાં લેવાતા સ્પેયર પાર્ટસ હવે ચીનને બદલે સુરતમાં બનશે.

આઈફોનના સ્પેયર પાર્ટસ સુરતમાં બને તેવી સંભાવના

સુરત શહેર ભારતનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ અને સુંદર શહેર છે. આ શહેર વિશ્વના સૌથી ઝડપી વિકસી રહેલા શહેરમાંથી એક છે. તેને કારણે સુરત વૈશ્વિક રોકાણકારોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યુ છે. સુરત શહેર ટેક્સટાઈલ, હીરા, એન્જિ. અને ખાવા-પીવાની વસ્તુ માટે જાણીતુ છે, પણ ભવિષ્યમાં આ શહેર બીજા એક મોટા કામ માટે પણ જાણીતુ બનશે.

મળતી માહિતી અનુસાર સુરતની એક ખ્યાતનામ કંપની હવે એપલના મોબાઈલના સ્પેયર પાર્ટસ બનાવશે. એપલ કંપનીએ સુરતની આ કંપની સાથે લગભગ 1000 કરોડ રુપિયાના એમઓયુ સાઈન કર્યા છે. તેથી એવી સંભાવના છે કે ભવિષ્યમાં સ્માર્ટ સીટી સુરતમાં આઈફોનના સ્પેયર પાર્ટસ બનશે, જેનો ઉપયોગ આખા વિશ્વમાં થશે.

જોકે કંપની દ્વારા આ અંગે કોઈ જાહેરાત થઈ નથી. અને સુરતની એ કંપનીની માહિતી પણ હજુ સુધી જાણવા મળી નથી. વાત એમ છે કે , એપલ માટે આઈફોનના સ્પેયર પાર્ટસ બનાવતી કંપની સાથે કોન્ટ્રાક્ટ પૂરો થયો છે. તેથી તેના વિકલ્પમાં સુરતની એક એન્જિનિયરિંગ કંપની સાથે આ કારાર કરામાં આવ્યો છે. તેના માટે ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યુ હતુ.

أحدث أقدم