ટાટા પાવરના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર એટેક, કંપનીએ આપ્યુ આ નિવેદન

હાલમાં દેશની જાણીતી કંપની ટાટા ગ્રુપ કંપનીના ટાટા પાવર (Tata Power) પર મોટો સાયબર હુમલો થયો છે. આ ઘટના પર કંપનીએ કહ્યુ છે કે, આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર એટેક થયા છે. જેને કારણે કંપનીની કેટલીક સિસ્ટમ પર અસર પડી છે.

ટાટા પાવરના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર એટેક, કંપનીએ આપ્યુ આ નિવેદન

ટાટા પાવર આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર હુમલો

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

સાયબર એટેક: ટેકનોલોજીના જમાનામાં હેકર્સથી વધારે સાવધાન રહેવુ પડે છે. આજના જમાનામાં દુશ્મન દેશો પર હુમલો કરવા માટે કેટલાક દેશ સાયબર એટેક કરતા હોય છે. હેકર્સની હિંમત એટલી વધી ગઈ છે કે એક સમયે દેશની આધિકારીક વેબસાઈટ અને વડાપ્રધાનના ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયા છે. હાલમાં દેશની જાણીતી કંપની ટાટા ગ્રુપ કંપનીના ટાટા પાવર (ટાટા પાવર) પર મોટો સાયબર હુમલો થયો છે. આ ઘટના પર કંપનીએ કહ્યું છે કે આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર એટેક થયા છે. જેને કારણે કંપનીની કેટલીક સિસ્ટમ પર અસર પડી છે. કંપનીએ આ સિસ્ટમની ફરી પહેલા જેવી કરવા પગલા લીધી છે. કંપનીએ પોતના નિવેદનમાં જણાવ્યુ છે કે, બધા ક્રિટિકલ ઓપરેશન સારી રીતે કામ કરી રહ્યા છે.

ટાટા પાવર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આ માટે કેટલાક જરુરી પગલા લેવામાં આવ્યા છે. કંપનીના કર્મચારીઓ અને અન્ય અધિકારીઓને સિસ્ટમને પહેલા જેવી કરવાના કામમાં લગાવ્યા છે. કંપનીએ કહ્યું છે કે આ મામલે આગળ પણ અપડેટ આપવામાં આવશે. ટાટા પાવર તરફથી આ જાણકારી સ્ટોક એક્સચેન્જને આપેલા ફાઈલિંગમાં આપી છે. હાલમાં કંપનીના શેયર BSE પર લગભગ ફલેટ રહ્યો અને 215.9 રુપિયા પર બંધ થયો હતો.

ભારતમાં સાયબર હુમલા વધ્યા

ભારતમાં છેલ્લા ઘણા સમયથી સાયબર હુમલા સતત વધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં વર્ષ 2022માં જૂન મહિના સુધી 6.74 લાખ સાયબર એટેકના કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમાં નાના-મોટા તમામ સાયબર હુમલા સામેલ છે. ભારતના સ્વાસ્થ્ય સિસ્ટમ પર સમયે સમયે હુમલો થતો રહે છે. ભારત આ મામલે દુનિયામાં બીજા નંબરે છે. દુનિયામાં વર્ષ 2021ના મુકાબલે વર્ષ 2022ના શરુઆતના 4 મહિનામાં સ્વાસ્થ્ય સિસ્ટમ પર હુમલા 95 ટકા વધ્યા છે. ભારતમાં કુલ સાયબર હુમલા 7.7 ટકા નોંધ્યા, જ્યારે અમેરિકામાં કુલ સાયબર હુમલા 28 ટકા નોંધ્યા છે.

ટાટા પાવર કંપની

ટાટા પાવર કંપની લિમિટેડ એ એક ભારતીય ઈલેક્ટ્રિક યુટિલિટી કંપની છે. જે મુંબઈમાં સ્થિત છે અને તે ટાટા જૂથનો ભાગ છે. કંપનીનો મુખ્ય વ્યવસાય વીજળીનું ઉત્પાદન, પ્રસારણ અને વિતરણ કરવાનો છે. ભવિષ્યમાં આવા સાયબર હુમલાથી બચવા માટેના ઉપાય પર હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે.

أحدث أقدم