Jamnagar: દિવાળીના તહેવારને લઇને આરોગ્ય વિભાગ સક્રિય, શહેરની મીઠાઇ-ફરસાણની દુકાનોમાં ચેકિંગ

દિવાળીના તહેવારને લઇને જામનગરમાં આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળી રહ્યું છે. જામનગર મનપાના આરોગ્ય વિભાગે શહેરની મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: જયરાજ વાલા

ઑક્ટો 20, 2022 | 4:32 PM

જામનગર: દિવાળીના તહેવારને લઇને જામનગરમાં આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળી રહ્યું છે. જામનગર મનપાના આરોગ્ય વિભાગે શહેરની મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે. આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના નમૂના લઇને વડોદરા લેબ ખાતે મોકલી દીધા છે. તથા અખાદ્ય ચીજવસ્તુઓનો આરોગ્ય વિભાગે સ્થળ પર જ નાશ કરી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર સુધી આરોગ્ય વિભાગ સતત મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરશે.

કોર્પોરેશનની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ આમને સામને

જામનગર કોર્પોરેશનની વિધાનસભા ચૂંટણી પહેલાની આખરી સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. જેમાં શાસક અને વિપક્ષના સભ્યોની ભારે તુ-તુ મૈ-મૈ વચ્ચે સામાન્ય સભા પૂર્ણ થઇ હતી. વિપક્ષના કોર્પોરેટર રચના નંદાણિયાએ ધારાસભ્ય આર.સી.ફળદુના પીએ પર કેનાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો. આ સાથે સંસ્થાને જગ્યા વેચાણથી આપવા મુદ્દે પણ વિપક્ષે શાસક પક્ષને ઘેર્યો હતો. તો સામે પક્ષે શાસક પક્ષના સભ્યોએ પણ વિપક્ષના સભ્યોનો હોબાળો બોલાવ્યો હતો. આમ શાસક અને વિપક્ષની તુ-તુ મૈ-મૈ વચ્ચે બોર્ડ આટોપી લેવાની ફરજ પડી હતી.

أحدث أقدم