જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી ફરી એકવાર પેપરકાંડને લઈ વિવાદમાં આવી છે. હોમ સાયન્સ બાદ વધુ એક કૌંભાંડ બહાર આવ્યું છે. જેને લઈ કુલપતિએ તપાસ સમિતિની રચના કરી છે.
Junagadh: જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી (Narsinh Mehta University) ફરી એકવાર પેપરકાંડને લઈ વિવાદમાં આવી છે. હોમ સાયન્સ બાદ વધુ એક કૌંભાંડ બહાર આવ્યું છે. જેને લઈ કુલપતિએ તપાસ સમિતિની રચના કરી છે. 2021ના વિદ્યાર્થીઓએ ફરીથી પેપર ચેક કરાવતા 8થી 9 માર્ક્સ વધીને આવતા કૌભાંડની શંકા સેવાઈ રહી છે. સ્થાનિક લેવલના બદલે કેન્દ્ર લેવલથી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણીઓ ઉઠી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે માર્ક્સ ઓછી આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ પેપર ખોલાવે છે અને બાદમાં કોઈપણ રીતે માર્ક્સમાં વધારો થઈ જાય છે.
અરવિંદ કેજરીવાલની જૂનાગઢમાં જાહેરાત
ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના પગલે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. જેમાં જૂનાગઢ અરવિંદ કેજરીવાલની મહિલાઓ માટે ફરી એક વાર જાહેરાત કરી છે. જેમાં 18 વર્ષથી ઉપરની મહિલાઓના ખાતામાં રૂ.1000 જમા કરીશું તેમજ એક જ ઘરની મહિલાઓને પણ અલગ અલગ રૂપિયા 1000 મળશે.