Kutch : ભુજ પાલિકાએ લાખો રૂપીયાના ખર્ચે બનાવેલી કોમર્શિયલ દુકાનો પાંચ વર્ષથી બંધ, ખંડેર બની

કચ્છ જિલ્લામાં ભુજ (Bhuj) પાલિકાએ લાખો રૂપીયાના ખર્ચે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનાવેલી કોમર્શિયલ દુકાનો(Commercial Shop) 5 વર્ષથી બંધ છે. એક તરફ દુકાનો આસપાસ નાના ધંધાર્થીઓ સારો વેપાર કરી રહ્યા છે પરંતુ બીજી તરફ પ્રજાને પૈસે બનેલ દુકાનો બંધ રહી ખેંડેર બનતા પાલિકાને લાખો રૂપીયાનુ નુકશાન થઇ રહ્યુ છે.

Kutch : ભુજ પાલિકાએ લાખો રૂપીયાના ખર્ચે બનાવેલી કોમર્શિયલ દુકાનો પાંચ વર્ષથી બંધ, ખંડેર બની

ભુજ શહેર

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ છબી

કચ્છ જિલ્લામાં ભુજ (ભુજ) પાલિકાએ લાખો રૂપીયાના ખર્ચે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનાવેલી કોમર્શિયલ દુકાનો(વ્યાપારી દુકાન) 5 વર્ષથી બંધ છે. એક તરફ દુકાનો આસપાસ નાના ધંધાર્થીઓ સારો વેપાર કરી રહ્યા છે પરંતુ બીજી તરફ પ્રજાને પૈસે બનેલ દુકાનો બંધ રહી ખેંડેર બનતા પાલિકાને લાખો રૂપીયાનુ નુકશાન થઇ રહ્યુ છે. ભુજના હમિરસર,ઇન્દ્રાબાઇ પાર્ક તથા ટાઉનહોલ જેવા પોષ વિસ્તારમાં પાલિકાએ કોમર્સીયલ દુકાનો બનાવી ધંધા-રોજગારને પ્રોત્સાહન સાથે તીજોરીની આવક માટે દુકાનો તો બનાવી પરંતુ 5 વર્ષથી આ તમામ દુકાનો બંધ છે. 13 જેટલી દુકાનો વર્ષોથી બંધ રહેતા ખેંડેર જેવી બની છે. એક તરફ પાલિકાની તીજોરીને લાખો રૂપીયાનુ નુકશાન અને બીજી તરફ દુકાનો આસપાસજ નાના ધંધાર્થીઓ નજીવી કિંમતે સારો વ્યપાર કરી રહ્યા છે. ત્યારે આ દુકાનો શરૂ કરવાની વેપારી,કોગ્રેસે માંગ કરી છે.

પાલિકા પણ સ્વીકારે છે કે 5 વર્ષથી આ દુકાનો બંધ છે અને નુકશાન પણ ગયુ છે. પરંતુ સરકાર પાસેથી ભાવ અંગેની કોઇ યોગ્ય મંજુરી નથી મળી જેને લઇને દુકાનો આપી શકાઇ નથી. જેમાં વિલંબ થયો છે. પરંતુ ઝડપથી ઉકેલની આશા પાલિકા વ્યક્ત કરે છે. પરંતુ 5 વર્ષ કરતા વધુ સમયથી બંધ છે. તેનો સ્વીકાર પણ

લાખો રૂપીયા ભાડુ ઉપજી શકે તેવા વિસ્તારમાં બનેલી દુકાનો 5 વર્ષથી બંધ રહેતા પ્રજાને પૈસાના વેડફાટ સાથે પાલિકા મહિને લાખો રૂપીયાની ખોટ પણ ખાઇ રહી છે. ત્યારે સ્થાનીકે રોજગારી સાથે પાલિકાને આવકરૂપ દુકાનો શરૂ થાય તેવી માંગ ઉઠી છે. જો કે 5 વર્ષ કરતા લાંબો સમયથી જે નથી થયુ તે ખરેખર નજીકના સમયમાં થશે તેવી આશા નહીવત છે. જો કે દુકાનો શરૂ થાય તો પાલિકાની તીજોરીને મોટો ફાયદો થાય તેમ છે.

(ઇનપુટ સાથે, જય દવે, કચ્છ)

أحدث أقدم