ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના( LEADS-2022 ) ઇન્ડેક્ષમાં ગુજરાતે(Gujarat) ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન જાળવી રાખ્યું છે. પ્રો-એક્ટિવ પોલિસીઝ-વેલ ડ્રીવન ઇન્ફ્રાસ્ટ્રકચરથી ગુજરાતે સિદ્ધિ મેળવી છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ(Logistics) ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ-LEADS-2022 માં ગુજરાતે ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ છબી
ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના(LEADS-2022) ઇન્ડેક્ષમાં ગુજરાતે(ગુજરાત) ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન જાળવી રાખ્યું છે. પ્રો-એક્ટિવ પોલિસીઝ-વેલ ડ્રીવન ઇન્ફ્રાસ્ટ્રકચરથી ગુજરાતે સિદ્ધિ મેળવી છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ(લોજિસ્ટિક્સ) ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ-LEADS-2022 માં ગુજરાતે ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજીત પી.એમ.ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંગેના વર્કશોપ દરમ્યાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા જાહેર કરાયેલા LEADS રિપોર્ટ મુજબ ગુજરાતે માલ-સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં સતત ચોથીવાર અગ્રિમ રાજ્યની શ્રેણીમાં સ્થાન જાળવી રાખ્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશાના આ વધુ એક સફળ કદમ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતે આ અગાઉ 2018, 2019 અને 2021 એમ ત્રણેય વર્ષોમાં LEADS ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવવાની સિદ્ધિ મેળવેલી છે. આ વર્ષે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રાજ્યોને ક્રમાંક આપવાને બદલે પર્ફોર્મન્સ આધારિત વિવિધ શ્રેણીમાં સામેલ રાજ્યોની યાદી જાહેર કરી છે.
દેશમાં ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટીકસ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોજિસ્ટીકસ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાયો, મંતવ્યો મેળવીને તથા ઓનલાઇન સર્વે હાથ ધરીને આ LEADS ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે દેશભરમાંથી 2100 જેટલા રિસ્પોન્ડર્સ પાસેથી 6500 થી વધુ અભિપ્રાયો મળ્યા હતા.
લિડસ-2022 અન્વયે આ વર્ષે કલાસીફિકેશન બેઇઝડ પરફોમન્સ ગ્રેડીંગ આપવામાં આવેલા છે. ગુજરાતે તેમાં ૯૦ ટકાથી વધુ રેન્કીંગ મેળવી એચીવર્સ કેટેગરીમાં પોતાનું ગૌરવવંતુ સ્થાન અંકિત કર્યુ છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, 1600 કિ.મી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત દેશના 40 ટકા કાર્ગો એકલું વહન કરે છે.
એટલું જ નહિ, માર્ગો-રસ્તાઓનું છેવાડાના વિસ્તારો સુધીનું વિશાળ નેટવર્ક, DMIC, DFC, અમદાવાદ ધોલેરા એકસપ્રેસ વે, રાજ્યમાં જેટીનો વિકાસ અને રેલ કનેક્ટિવીટી પ્રોજેક્ટસ સાથે ગુજરાતે લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચરની સર્વગ્રાહી શૃંખલા વેલ્યુચેઇન ઊભી કરી છે. પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત સક્રિય યોગદાન આપે છે.
રાજ્ય સરકારની પ્રો-એકટીવ પોલીસીઝ, વેલ ડ્રીવન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સર્વિસીસ ડ્રીવન બાય અ રિસ્પોન્સીવ ગવર્નમેન્ટની નીતિને સુસંગત એવી ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટીકસ એન્ડ લોજિસ્ટીકસ પાર્કસ પોલીસી રાજ્યવ્યાપી લોજિસ્ટીકસ નેટવર્ક ઇકોસિસ્ટમને નવું બળ પુરૂં પાડે છે. કોરોના મહામારીની સ્થિતીમાં ગ્લોબલ સપ્લાય ચેઇનમાં આવેલા બદલાવથી પોતાના વ્યવસાય કારોબાર કરવા ગુજરાતમાં આવી રહેલા ઉદ્યોગોને આ રોબસ્ટ લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચરનો લાભ મેળવવામાં લિડસ-LEADS ઇન્ડેક્ષમાં ગુજરાતની આ સતત ચોથા વર્ષની અગ્રેસરતા પ્રોત્સાહક અને આકર્ષણ રૂપ બનશે.