અરવિંદ કેજરીવાલે કર્યો ખુલાસો, સૌથી વધારે કોણ ખીજાય છે? તેમની પત્ની કે દિલ્હીના LG | Who annoys Kejriwal the most? His wife or LG of Delhi, know what Kejriwal said

Delhi: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના વચ્ચેની તકરાર પૂરી થવાનુ નામ નથી લઈ રહી. કેજરીવાલે LGની વારંવારની ફટકાર અંગે શું કહ્યુ, વાંચો.

અરવિંદ કેજરીવાલે કર્યો ખુલાસો, સૌથી વધારે કોણ ખીજાય છે? તેમની પત્ની કે દિલ્હીના LG

અરવિંદ કેજરીવાલ

દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને LG વચ્ચેની તકરાર કોઈ નવી વાત નથી. રાજધાની દિલ્હીના ઉપરાજ્યપાલ (Lieutenant Governor of Delhi) ભલે ગમે તે હોય પરંતુ કોઈના કોઈ મુદ્દાને લઈને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ હંમેશા તેમના પર આક્રમક રહે છે. આ વખતે CM અરવિંદ કેજરીવાલે કટાક્ષભર્યા અંદાજમાં LG વી.કે. સક્સેના પર નિશાન સાધ્યુ છે. CM કેજરીવાલે કહ્યુ કે ઉપરાજ્યપાલ તેને વધારે ખીજાય છે. તેમણે થોડુ ચીલ કરવુ જોઈએ.

CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લખ્યુ, “LG સાહેબ રોજ મને ખીજાય છે. એટલુ તો મને મારી પત્ની પણ નથી ખીજાતી.” CM અરવિંદ કેજરીવાલે કહ્યુ, “છેલ્લા 6 મહિનામાં LG સાહેબે જેટલા લવ લેટર લખ્યા છે એટલા આખી જિંદગીમાં મારી પત્નીએ મને નથી લખ્યા.” કેજરીવાલે LGને ઉદ્દેશીને કહ્યુ, “LG સાહેબ થોડુ ચીલ કરો અને તમારા સુપર બોસને પણ કહો થોડુ ચીલ કરે.”

CM અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ CM કેજરીવાલને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે ગાંધી જયંતિના અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી કે દિલ્હી સરકારના કોઈપણ મંત્રી રાજઘાટ આવ્યા ન હતા. લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ પર CM કેજરીવાલ કે અન્ય કોઈ મંત્રી આવ્યા ન હતા.

વીજ સબસિડી મામલે રિપોર્ટ માંગ્યો

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવ નરેશ કુમારે એક્સાઇઝ પોલિસી, ડીટીસી બસો અને વીજળી સબસિડીમાં અનિયમિતતા માટે કેજરીવાલ સરકાર સામે તપાસના આદેશ આપ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ નરેશ કુમારને આ આરોપોની તપાસ કરવા કહ્યું છે, જે મુજબ આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા વીજ વિતરણ કંપનીઓને સબસિડીની રકમની ચુકવણીમાં અનિયમિતતાઓ કરવામાં આવી છે. આ મામલે એલજીએ સાત દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. અગાઉ સિંગાપોરની મુલાકાતના મામલે એલજી અને સીએમ પણ સામસામે આવી ચૂક્યા છે.

DTC બસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ

લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી સરકારની આબકારી નીતિ (2020-21)માં ગેરરીતિઓના આરોપો પર સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી 19 ઓગસ્ટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના નિવાસસ્થાન સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય 19 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી) ની 1,000 લો ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર માટે પણ સીબીઆઈ તપાસ ચાલી રહી છે. આ મુદ્દાઓને લઈને સીએમ કેજરીવાલ અને એલજી વિનય સક્સેના સામસામે આવી ગયા છે.

أحدث أقدم