ટૂથબ્રશને સાથે રાખવાથી તે એકબીજા સાથે ચોંટી જાય છે અને આ રીતે બેક્ટેરિયા ફરતા રહે છે.
Toothbrush Cleaning (Symbolic Image )
લોકો દિવસની શરૂઆત બ્રશ(Brush ) કરવાથી કરે છે. અને તે પછી જ મોટાભાગે કોઈપણ વસ્તુ ખાવાનું કે પીવાનું પસંદ કરે છે. આપણે જાણીએ છીએ તેમ દાંત (Teeth )અને પેઢાંને(Gum ) સ્વસ્થ રાખવા માટે નિયમિત બ્રશ કરવું જરૂરી છે. આપણે બધાને નાનપણથી શીખવવામાં આવે છે કે આપણે દરરોજ બ્રશ કરવું જોઈએ. જો કે, જો ટૂથબ્રશને સ્વચ્છતા રાખવાની પણ એક મોટી સમસ્યા છે, અને જો તમે તેમ નહીં કરો તો તમારે માત્ર મોં જ નહીં પણ પેટની પણ બગડતી તબિયતનો સામનો કરવો પડી શકે છે.
ઘણી વખત લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમની તબિયત ખરાબ થવા પાછળ ટુથબ્રશ પણ હોઈ શકે છે. આ લેખમાં અમે તમને એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમારું ટુથબ્રશ તમારા બાથરૂમની સૌથી ગંદી વસ્તુ સાબિત થઈ શકે છે. આવો જાણીએ તેના વિષે.
બ્રશને કોમોડની નજીક મુકવાથી
ભારતમાં હજુ પણ એવા બાથરૂમ છે, જેમાં કમોડ પણ સાથે હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં, ટૂથબ્રશ કમોડની નજીક રાખવામાં આવે છે. જ્યારે તમે ફ્લશ કરો છો, ત્યારે તેમાંથી નીકળતા કણો હવા દ્વારા ત્યાં નજીક રાખેલી વસ્તુઓ સુધી પહોંચે છે. જો એવું હોય તો તે ટૂથબ્રશ તમને બીમાર કરી શકે છે. નિષ્ણાતોના મતે, ગંદા ટૂથબ્રશથી પેટમાં દુખાવો અથવા ઝાડા થઈ શકે છે. ભલે તેને બાથરૂમમાં રાખવું તમારી મજબૂરી હોય, પરંતુ તેને કવર અથવા કેપથી અવશ્ય ઢાંકીને રાખો.
બધા ટૂથબ્રશને એકસાથે મુકવા
લોકો બધા ટૂથબ્રશને એકસાથે રાખવાની ભૂલ કરે છે અને તેમને એ પણ ખ્યાલ નથી હોતો કે તેઓ સ્વચ્છતા સંબંધિત કોઈ મોટી ભૂલ કરી રહ્યા છે. ટૂથબ્રશને સાથે રાખવાથી તે એકબીજા સાથે ચોંટી જાય છે અને આ રીતે બેક્ટેરિયા ફરતા રહે છે.
ટૂથબ્રશની કેપ સાફ ન કરવી
ટૂથબ્રશનો ઉપયોગ કર્યા પછી તેને કવરમાં રાખવું સારી વાત છે, પરંતુ શું તમે જાણો છો કે બ્રશની જેમ તેને પણ સાફ રાખવું જોઈએ. સામાન્ય રીતે દરેક વ્યક્તિ તેને સાફ ન કરવાની ભૂલ કરે છે અને આ ભૂલથી ટૂથબ્રશ ગંદકીથી ઘેરાયેલું રહે છે. ટૂથબ્રશની કેપ સાફ કરવા માટે, દર ત્રણથી ચાર દિવસે તેને ખાવાના સોડાના પાણીમાં ડુબાડો. સોડામાં હાજર એસિડ ગંદકીને મૂળમાંથી સાફ કરશે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)