મહિલાઓના કપડાં પહેરીને રાત્રે નીકળતો આ શખ્સ છે કોણ? લોકોમાં છે ડરનો માહોલ | Maharashtra: Who is the person who goes out at night wearing women's clothes? There is an atmosphere of fear among people

તે નાના બાળકોના અવાજો કાઢીને મહિલાઓને ડરાવવાનો પણ પ્રયાસ કરે છે. તે દરેક સમયે તેના આખા શરીરને મહિલાઓના કપડાથી ઢાંકીને રાખે છે, તેથી તેની ઓળખ હજુ સુધી જાહેર થઇ શકી નથી.

મહિલાઓના કપડાં પહેરીને રાત્રે નીકળતો આ શખ્સ છે કોણ? લોકોમાં છે ડરનો માહોલ

Who is the person who goes out at night wearing women’s clothes? (CCTV Image )

જ્યારે શહેરમાં રાત્રિનો અંધકાર (Dark ) છવાઈ જાય છે. રસ્તાઓ થંભી જાય છે. વસાહતો (Residents) વેરાન બની જાય છે. આવા સુમસામ માહોલમાં કોઈ બહાર નીકળે કે ન નીકળે એક માણસ બહાર ફરવા નીકળી જાય છે. એ માણસ મોગેમ્બો નથી કે ગબ્બર પણ નથી, તે કોઈ ભૂત કે આત્મા પણ નથી, પણ જ્યારે તે નીકળે છે ત્યારે લોકો બારી-બારણાં બંધ કરી દે છે. દરેક વ્યક્તિ તેની નજીક જતા ડરે છે. કોઈને ખબર નથી પડતી કે આ પુરુષ રોજેરોજ સ્ત્રીના પહેરવેશમાં શહેરમાં કેમ નીકળે છે. મહારાષ્ટ્રના માલેગાંવના આ રહસ્યમય વ્યક્તિ વિશે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ બે-ચાર દિવસની વાત નથી. આવું બે વર્ષથી થઈ રહ્યું છે. આ પુરુષ ગમે ત્યાં, ગમે ત્યારે તે કોઈ પણ રસ્તાના વળાંક પરથી અચાનક પસાર થાય છે. તે કોઈથી ડરતો નથી, પણ દરેક તેનાથી ડરે છે. તે સંપૂર્ણપણે સ્ત્રીના વેશમાં રહે છે. પોતાનો ચહેરો પણ ઢાંકીને રાખે છે. કેટલાક લોકોને તે ભૂત જેવું લાગે છે. તેણે માથાથી લઈને પગ સુધી સ્ત્રીનો પહેરવેશ પહેરેલો હોય છે.

તેને ઘણી વાર ટ્રેક કરવામાં આવ્યો પણ તેને પકડવો ખુબ મુશ્કેલ :

આ રહસ્યમય માણસને ટ્રેક ઘણી વખત કરવામાં આવે છે, પરંતુ હજી સુધી તે પકડાયો નથી. તે ઘણીવાર માલેગાંવ નજીકના સોયગાંવ વિસ્તારમાં જોવા મળે છે. તે અહીંના ઈન્દિરાનગર, પારિજાત કોલોની, ડીકે ચોક, વિઠ્ઠલનગર અને જીભાઈનગર વિસ્તારમાં મહિલાઓને દેખાય છે. સવારના સમયે અંધારું હોય ત્યારે શૌચ કરવા માટે આવતી-જતી મહિલાઓ ઘણી વખત જોવા મળે છે.

મોડી રાત્રે CCTVમાં કેદ

તેને મહિલાઓની સાડીઓ, બ્લાઉઝ અને અન્ડરગાર્મેન્ટ્સ ચોરી કરવાની આદત છે. તે નાના બાળકોના અવાજો કાઢીને મહિલાઓને ડરાવવાનો પણ પ્રયાસ કરે છે. તે દરેક સમયે તેના આખા શરીરને મહિલાઓના કપડાથી ઢાંકીને રાખે છે, તેથી તેની ઓળખ હજુ સુધી જાહેર થઈ શકી નથી. પરંતુ હવે તે ઈન્દિરાનગરના રૂચિકા જનરલ સ્ટોર્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

તે માનસિક રીતે વિકૃત હોવાનું બહાર આવ્યું

ડરામણા સીસીટીવીમાં ભૂત જેવો દેખાતો આ વ્યક્તિ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી, પરંતુ સીસીટીવીમાં કેદ થયા બાદ અને તેની હરકતો પર નજર રાખતા અત્યાર સુધી ખબર પડી ગઈ છે કે તેનો આતંક આટલા દિવસોથી યથાવત છે. , હકીકતમાં તે માનસિક રીતે વિકૃત માણસ છે. સ્થાનિક લોકોએ તેમના પ્રયાસોથી આ રહસ્યમય વ્યક્તિ વિશે ઘણી માહિતી મેળવી છે. તેમની માંગ છે કે પોલીસ આ વિકૃત વ્યક્તિ સુધી જલ્દી પહોંચે અને તેને યોગ્ય જગ્યાએ પહોંચાડે.