મહેસાણાના વિસનગર માર્કેટ યાર્ડમાં ચાલુ સિઝનમાં કપાસની સારી આવક નોંધાઈ હતી. માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને રૂપિયા 1600થી 1850 મળ્યા હતા.
મહેસાણા: મહેસાણાના વિસનગર માર્કેટ યાર્ડમાં ચાલુ સિઝનમાં કપાસની સારી આવક નોંધાઈ હતી. માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને રૂપિયા 1600થી 1850 મળ્યા હતા. હજુ કપાસનો ભાવ 2 હજાર સુધી પહોંચશે તેવું વેપારીઓનું કહેવું છે. પરંતુ મોંઘવારી સામે કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં કયાંક નારાજગી પણ જોવા મળી હતી. ખાતર અને બિયારણ મોંઘુ થતા કપાસના વધુ ભાવ મળે તેવી ખેડૂતોએ સરકારને માગ કરી હતી.
ધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહનું નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન
ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે દરેક પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યાં છે જો કે ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ માટે ભાજપના ચૂંટણી રથને રોકવા એ કોઈ પડકારથી ઓછું નથી ત્યારે ભાજપની જીતને જાળવી રાખવા ખુદ ગૃહપ્રધાન અમિત શાહે મોરચો સંભાળ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહ મધ્ય ઝોનની બેઠક પર વિચારવિમર્શ કર્યા બાદ આજે ઉત્તર ઝોન અને કચ્છ જિલ્લાની બેઠકો પર મંથન કરશે.