વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે પણ વડાપ્રધાન પોતાના પ્રિય ગુજરાતને વિકાસની અવનવી ભેટ આપીને જશે. વડાપ્રધાનના આગમનને લઇને તંત્રએ યુદ્ધસ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે પણ વડાપ્રધાન પોતાના પ્રિય ગુજરાતને વિકાસની અવનવી ભેટ આપીને જશે. વડાપ્રધાનના આગમનને લઇને તંત્રએ યુદ્ધસ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંભવત 9 ઓક્ટોબરે બહુચરાજીના દેલવાડામાં PM જાહેરસભા સંબોધશે. ત્યારે તંત્રએ વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઇ કચાશ ના રહી જાય તે માટે 32 કમિટીની રચના કરી છે.
તથા મહેમાનોના આગમનને ધ્યાનમાં રાખીને 4 હેલિપેડ પણ બનાવવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરીએ તો વડાપ્રધાન 9 ઓક્ટોબરે બહુચરાજીના દેલવાડામાં જાહેર સભા કરશે. બપોરે 4:30 વાગ્યે સભાથી લઇને સાંજે 7:30 સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન છે. મોઢેરામાં કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શને પણ વડાપ્રધાન જશે. આ સાથે મોઢેરામાં સોલાર વિલેજ પ્લાન્ટ અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ તથા મહેસાણા દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ અને બહુચરાજી મંદિરના 200 કરોડના નવીન માસ્ટર પ્લાનનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.