Mehsana : કારમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર યુવકને SOG પોલીસે ઝડપ્યો, MD ડ્રગ્સ સહિત 3.46 લાખનો મુદ્દામાલ જપ્ત

યુવક પાસેથી 33 હજારના એમડી ડ્રગ્સ સહિત3.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ SOG પોલીસે (SOG Police) આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

ઑક્ટો 22, 2022 | 8:20 AM

ગુજરાતમાં ફરી એક વાર ડ્રગ્સનો (દવા) જથ્થો ઝડપાયો છે. મહેસાણા જિલ્લાના ખેરાલુના (ખેરાલુ) નાની વાડા ગામ નજીક SOG પોલીસે કારમાં MD ડ્રગ્સ લઈને જતા યુવકને ઝડપી પાડ્યો છે. હાલ 33 હજારના એમડી ડ્રગ્સ સહિત આરોપી પાસેથી 3.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ SOG પોલીસે (SOG પોલીસ) આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રગ્સ માફિયા પર ગુજરાત ATSની બાજ નજર

થોડા દિવસો અગાઉ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા ફરી એક વખત ગુજરાતને બદનામ કરવાનો નાપાક ઈરાદો નિષ્ફળ બનાવ્યો છે. જખૌ બંદર  થી 55 નોટિકલ માઈલ દૂર થી ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી પાકિસ્તાની બોટ માંથી ડ્રગસનો જથ્થો પકડી પાડયો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત ATS (ગુજરાત ATS) સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં (કામગીરી) મોટી માત્રામાં ડ્રગ્સ લઈને જતી પાકિસ્તાની દાણચોરોની ગેંગને પકડી પાડી. આ દાણચોરો અલ સાકર નામની બોટમાંથી ડ્રગ્સ ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે હાલ 50 કિલો હેરોઈન કબજે કર્યું હતુ. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 350 કરોડ જણાવવામાં આવી રહી છે.

Previous Post Next Post