Wednesday, October 5, 2022

Mehsana: ઊંઝાના ઉમિયાધામમાં દશેરાના શુભ દિવસે માતાજીના મંદીરની મુખ્ય ધજા બદલવામાં આવી, ઢોલ-નગારા સાથે મંદીરનું પરિસર ગુંજ્યું | Umiya Mata temple dhaja changed on the auspicious occasion of Dashera Unjha

મહેસાણાના ઊંઝાના ઉમિયાધામમાં દશેરાના શુભ દિવસે માતાજીના મંદીરની મુખ્ય ધજા બદલવામાં આવી છે. વર્ષમાં માત્ર બે જ દિવસે માતાજીના મંદીરની ધ્વજા બદલાઈ છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Oct 05, 2022 | 6:23 PM

Mehsana: મહેસાણાના ઊંઝાના ઉમિયાધામમાં દશેરાના શુભ દિવસે માતાજીના મંદીરની મુખ્ય ધજા બદલવામાં આવી છે. વર્ષમાં માત્ર બે જ દિવસે માતાજીના મંદીરની ધ્વજા બદલાઈ છે. એક દશેરાના દિવસે અને બીજી વસંત પંચમીને દિવસે. એવામાં વહેલી સવારે શાસ્ત્રોકવિધી સાથે અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરીને દશેરા નિમિતે ધજા બદલવામાં આવી છે. ઉમિયાધામ ખાતે ઢોલ નગારા સાથે મંદિરના મુખ્ય શિખર સહિત વિવિધ ધજાઓ બદલવામાં આવી હતી. આ તકે 11 બંદુકોના ધડાકા સાથે તેમજ ઝાલર અને શંખના નાદ સાથે મંદીર પરિસર ગુંજી ઉઠ્યુ હતું.

 


Related Posts: