ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે. ત્યારે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતની મહત્વની ગણાતી એવી મહેસાણા બેઠક પર પણ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા એવા નીતીન પટેલે પણ મહેસાણા વિધાનસભા બેઠક માટે ટિકિટ માંગી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે. ત્યારે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતની મહત્વની ગણાતી એવી મહેસાણા બેઠક પર પણ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા એવા નીતીન પટેલે પણ મહેસાણા વિધાનસભા બેઠક માટે ટિકિટ માંગી છે. તેમણે આ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. જેમાં નીતિન પટેલે કહ્યું કે મને પક્ષ ટિકિટ આપશે તો હું મહેસાણાથી જ ચૂંટણી લડીશ. જયારે નીતિન પટેલ ઉપરાંત 25 લોકોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ગિરીશ રાજગોર, કેશુભાઈ સુંઢિયા, રોહિત પટેલે પણ દાવેદારી નોંધાવી છે. ભાજપ દ્વારા સેન્સ લેવાનો આજે બીજો દિવસ છે. 27 ઓક્ટોબરથી ભાજપે રાજ્યમાં ઝોનવાઈઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે.