'સોન પાપડી કર્મ છે, જેવુ આપશો તેવુ મળશે', દિવાળી પર સોન પાપડીના બોક્સની હેરાફેરી કરતા પહેલા આ MEMES જરુરથી જુઓ

આ તહેવાર ખુશી, પ્રકાશ, સુખની સાથે સાથે સોન પાપડીના ડબ્બા પણ ઘરે લઈને આવે છે. દિવાળીના તહેવાર પર તમને સોન પાપડીના ડબ્બા જોવા મળી જશે. હાલમાં સોન પાપડી અંગેના કેટલાક મીમીસ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Memes) થઈ રહ્યા છે.

'સોન પાપડી કર્મ છે, જેવુ આપશો તેવુ મળશે', દિવાળી પર સોન પાપડીના બોક્સની હેરાફેરી કરતા પહેલા આ MEMES જરુરથી જુઓ

સોન પાપડી મેમ્સ

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

દિવાળી 2022: ધનતેરસ આવતાની સાથે આખા દેશમાં દિવાળીના તહેવારની ધૂમધામથી શરુઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવાર પહેલા ઘરની સાફ સફાઈ કરીને ઘરને રોશનીથી શણગારવામાં આવે છે. ઘરની બહાર રંગોળી કરીને તહેવારને વધારે સુંદર બનાવવામાં આવે છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો પોતાના મિત્રો અને પરિવારના સભ્યોને મળીને ગિફ્ટ અને મિઠાઈઓ આપતા હોય છે. દિવાળી ભાઈચારા અને હર્ષો ઉલ્લાસનો તહેવાર છે. આ તહેવાર ખુશી, પ્રકાશ, સુખની સાથે સાથે સોન પાપડીના ડબ્બા પણ ઘરે લઈને આવે છે. દિવાળીના તહેવાર પર તમને સોન પાપડીના ડબ્બા જોવા મળી જશે. હાલમાં સોન પાપડી અંગેના કેટલાક મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ (વાઈરલ મેમ્સ) થઈ રહ્યા છે.

સોન પાપડી સામાન્ય રીતે ઓછા ભાવમાં મળી રહે છે. મોટાભાગના મીલ માલિક અને બોસ પોતાના કર્મચારીઓને આવી સોન પાપડીના બોક્સ દિવાળી પર આપી દેતા હોય છે પણ આ સોન પાપડી મોટા ભાગના લોકોને નથી ભાવતી હોતી, તેથી આ સોન પાપડીના બોક્સની હેરાફેરી શરુ થઈ જાય છે. હાલમાં તેને લગતા મીમીસ વાયરલ થઈ રહ્યા છે.

સોન પાપડીના વાયરલ Memes

આવા અનેક મીમીસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અલગ અલગ મીઠાઈ ખાનારા લોકો ખાસ આવા સોન પાપડીના મીમ્સ શેયર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો સોન પાપડી અંગે ટ્વિટ કરીને દિવાળીનો આનંદ લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર સોન પાપડી હાલ ટ્રેન્ડમાં છે.

أحدث أقدم