ઝૂલતો પૂલ તૂટી પડવાને લઈ બચાવ કાર્યયુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યુ છે. આ દરમિયાન કેટલાક બાળકોને પણ બચાવી લેવામાં સફળતા મળી છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાને લઈ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. તરવૈયાઓની મદદથી કેટલાક બાળકોને મચ્છૂ નદીના પાણીમાં થી રેસક્યૂ કરીને બહાર નિકાળવામાં આવ્યા છે. આ બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. જેમની સ્થિતી નિયંત્રણ હેઠળ છે. આ દરમિયાન સ્થાનિક હોસ્પિટલ તંત્ર અને સેવાભાવી લોકોએ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા બાળકોના ફોટો શેર કરીને તેમના માતા-પિતા અને પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. કેટલાક બાળકો ઘટનાને લઈ પોતાની ઓળખ આપવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે.
સ્થાનિક લોકોએ આવા બાળકોની સંભાળ લેવાની મદદ હોસ્પિટલ તંત્રને કરવા સાથે તેમના પરિવારજનોની શોધખોળ કરવાની શરુઆત કરી છે. જેથી બાળકોને પરિવારજનો મળી રહેતા હાશકારો અનુભવી શકાય. મોટાભાગના બાળકોની સ્થિતી સારી હોવાનુ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયુ છે.