Monday, October 31, 2022

Morbi Bridge Tragedy : સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછી સાંત્વના પાઠવી

ગુજરાતના મોરબી શહેરમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ તૂટી પડતાં મહિલાઓ અને બાળકો સહિત 77 લોકોનાં મોત થયા છે. આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઇને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. જેની બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે મોરબી હોસ્પિટલ જઇને ઘાયલો સાથે મુલાકાત કરી હતી અને ખબર અંતર પૂછ્યા હતા

Morbi Bridge Tragedy : સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ  હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછી સાંત્વના પાઠવી

CM ભુપેન્દ્ર પટેલ મોરબીની મુલાકાતે છે

ગુજરાતના મોરબી શહેરમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ તૂટી પડતાં મહિલાઓ અને બાળકો સહિત 77 લોકોનાં મોત થયા છે. આ પુલ લગભગ એક સદી જૂનો હતો અને તાજેતરમાં સમારકામ અને નવીનીકરણના કામ બાદ તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રીજ ત્રણ દિવસ પહેલા ફરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પુલ લોકોથી ખીચોખીચ ભરેલો હતો. તેમણે કહ્યું કે બ્રિજ લગભગ 6.30 વાગ્યે તૂટી ગયો હતો.

જો કે આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઇને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. જેની બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે મોરબી હોસ્પિટલ જઇને ઘાયલો સાથે મુલાકાત કરી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિજનોને સાંત્વના આપી હતી. તેમજ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ પરિજનોને મળી સાંત્વના પાઠવી હતી.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું. તેમજ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મોરબીમાં આજે સાંજે સાડા છ વાગ્યે ઝુલતો બ્રિજ ધરાશાયી થયો હતો. જયા 150 લોકો હાજર હતા. આ ઘટનામાં શહેરનું સમગ્ર તંત્ર માત્ર 15 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અત્યાર સુધીમાં આશરે 70 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

જ્યારે ઝુલતા પુલ દુર્ઘટનાને લઇને પોલીસે એસઆઇટીની રચના કરી છે. જો કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનના રાખીને સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડીયા કોલોનીથી કાર્યક્રમ ટૂંકાવીને મોરબી જવા રવાના થયા છે. જ્યારે આ ઘટનાની તપાસ માટે પોલીસે એસઆઇટીની રચના કરી છે.

મોરબી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. NDRFની 3 પ્લાટૂન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની 2 કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. જ્યારે રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.

જ્યારે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને કેન્દ્ર સરકારે બે -બે લાખની સહાય અને ઇજાગ્રસ્તને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને ચાર- ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે.

આ દરમ્યાન પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે પી એમ મોદીએ મોરબી દુર્ઘટના અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમજ મોરબીની દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરી માટે તાત્કાલિક ટીમો મોકલવા તાકીદ કરી હતી. તેમજ પીએમ મોદીએ પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.

મોરબીમાં તૂટેલો ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારે જૂનો છે. આ પુલનું વર્ષ 1879માં ખાતમુહૂર્ત કરાયું હતું. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ ખાતમુહૂર્ત થયું હતું. મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે પુલનુ ખાતમુહૂર્ત થયું હતું. ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. જ્યારે હાલ
6 મહિના પહેલા સમારકામ માટે બ્રિજ બંધ કરાયો હતો. જ્યારે સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો. ઓરેવા ગ્રુપના MDએ ઝૂલતા પુલને ખુલ્લો મુક્યો હતો. જેમાં ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.