મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP સહિત રાજ્યોમાં વેચાય છે વડોદરામાં બનતા ફટાકડા

[og_img]

  • ભરૂચ ખાતે હજારોની જનમેદનસમક્ષ પીએમ મોદીએ કર્યું હતું સંબોધન
  • PM મોદીએ સ્વદેશી ફટાકડા ફોડવાની દેશભરની જનતાને કરી હતી અપીલ
  • કોરોનાને કારણે આ વર્ષે ફટકડામાં વેરાયટી ઓછી જોવા મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારને 10 ઓક્ટોબરના રોજ ભરૂચ ખાતે જનમેદનીને સંબોધતા નાગરિકોએ વોકલ ફોર લોકલ અપનાવવાનું કહ્યું હતું. આ સાથે આ દિવાળીના પાવન પર્વે વિદેશી ફટાકડાની જગ્યાએ ભારતીય બનાવટના ફટાકડા ફોડવાની અપીલ કરી હતી. ત્યારે વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિર રોડ ખાતે રહેતા ઇમરાન કાપડવાલાનો પરિવાર વર્ષ 1965 થી ફટાકડા બનાવે છે અને તેઓ દ્વારા બનાવવામાં આવેલા ફટાકડા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા ભારતના અનેક રાજ્યોમાં વેચાય પણ છે.

ફટાકડાની બનાવટ અને તેના ટ્રેન્ડ વિશે માહિતી આપતા ઇમરાન કાપડવાલાએ જણાવ્યું હતું કે, મારા દાદાએ શહેર નજીક આવેલા દિવાળીપુરા ગામ ખાતે વર્ષ 1965માં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. જેમાં બનતા ફટાકડાની માંગ દેશના અનેક રાજ્યોમાં છે. ફટાકડાનો વ્યવસાય કરતા અમારા પરિવારની ત્રીજી પેઢીમાં હું આવું છું. ત્યારે આ વ્યવસાયને સારી રીતે ચલાવવા માટે લંડન ખાતેથી મેન્યૂફેક્ચરિંગ એન્ડ ડિસ્પ્લે ફાયર વર્કનો કોર્ષ પણ કર્યો છે.

વડોદરાના લોકો પહેલા ફટાકડા લેવા માટે ખાસ પ્રદર્શન મેદાન ખાતે જતા હતા પરંતુ ત્યાર આગ લાગવાના બનાવને કારણે નાગરિકો ત્યા જતા ગભરાય છે. જેથી અમે શહેર નજીક આવેલા દિવાળીપુરા ખાતે આર સી સીના પાક્કા સ્ટોલ બનાવ્યા છે. જ્યાથી લોકો વર્ષ દરમિયાન ગમે ત્યારે ફટાકડા લઇ શકે છે. દિવાળીની સિઝનમાં અહિયા રોજ 40 થી 50 હજાર લોકો ફટાકડા લેવા માટે આવે છે. આ વર્ષે કોરોનાને કારણે મેન્યૂફેક્ચરિંગ ઓછું થયું છે. જેના પરિણામ સ્વરૂપ નવી વેરાયટી લોકોને નહિવત્ પ્રમાણમાં પ્રાપ્ત થશે.

Previous Post Next Post