વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 24 ઓક્ટોબરે પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે. દિવાળીના તહેવારમાં Statue Of Unityની મુલાકાત પ્રવાસીઓ લઈ શકશે. સામાન્ય દિવસોમાં સોમવારે SoU બંધ રહેતું હોય છે.
નર્મદા: વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 24 ઓક્ટોબરે પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે. દિવાળીના તહેવારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પ્રવાસીઓ લઈ શકશે. સામાન્ય દિવસોમાં સોમવારે SoU બંધ રહેતું હોય છે. જો કે તહેવારો દરમિયાન લોકો પરિવાર સાથે મુલાકાત લઈ શકે તે માટે સોમવારે ખુલ્લુ રહેશે. જ્યારે 25 ઓક્ટોબરે SoU અને સંલગ્ન પ્રોજેક્ટમાં રજા રાખવામાં આવશે.
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસે હતા ત્યારે કેવડીયા ખાતે 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં સહભાગી થયા હતા. તેમની સાથે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. સાથે જ આ કોન્ફરન્સમાં ભારતના 120 દેશોના રાજદૂત અને ઉચ્ચ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રીડ્યુસ, રીયુઝ, રીસાયકલ તેમજ ગોળાકાર અર્થવ્યવસ્થા હજારો વર્ષોથી ભારતીયોનો અભિન્ન અંગ છે.