Narmada: પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે યોજાશે એકતા પરેડ

એકતા પરેડ માં સી આઈ એસ એફ,બી એસ એફ,ગુજરાત પોલીસ,એન સી સી,દેશ ની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને દેશના અલગ અલગ રાજ્યો માંથી કલ્ચરલ પ્રોગ્રામ માટે એકતા નગર ખાતે કલાકારો આવી પહોંચ્યા છે

Narmada: પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે યોજાશે એકતા પરેડ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાશે એકતા પરેડ

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ ની ઉજવણી 31 મી ઓક્ટોબર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનાર છે.પ્રથમ સરદાર પટેલ ના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 31 મી ઓક્ટોબર ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે વર્ષ 2019, 2020 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા પરેડ માં હાજરી આપી હતી અને 2021 માં દેશના ગૃહ પ્રધાન અમિત શાહ એ એકતા પરેડ માં હાજરી આપી હતી.

ત્યારે  આ વર્ષે ફરીથી  વર્ષ 2022 માં નરેન્દ્ર મોદી એકતા પરેડ માં હાજરી આપવા માટે એકતા નગર ખાતે 31 ઓક્બર ના રોજ આવી રહ્યા છે. આ એકતા પરેડ માં સી આઈ એસ એફ,બી એસ એફ,ગુજરાત પોલીસ,એન સી સી,દેશ ની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને દેશના અલગ અલગ રાજ્યો માંથી કલ્ચરલ પ્રોગ્રામ માટે એકતા નગર ખાતે કલાકારો આવી પહોંચ્યા છે. આ તમામ લોકો એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે હાલ તો દિવસ માં બે ટાઈમ રિહર્સલ ચાલુ કરી દીધા છે કલ્ચરલ પ્રોગ્રામ માં ગુજરાતના ગરબા,કથક નૃત્ય અને પંજાબના ભાંગડા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જયારે એરફોર્સ દ્વારા પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ દરમ્યાન એર શો પણ કરવામાં આવશે.

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસે હતા ત્યારે કેવડીયા ખાતે 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં સહભાગી થયા હતા. તેમની સાથે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. સાથે જ આ કોન્ફરન્સમાં ભારતના 120 દેશોના રાજદૂત અને ઉચ્ચ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રીડ્યુસ, રીયુઝ, રીસાયકલ તેમજ ગોળાકાર અર્થવ્યવસ્થા હજારો વર્ષોથી ભારતીયોનો અભિન્ન અંગ છે.

Previous Post Next Post