Narmada: એકતાનગર ખાતે યોજાઈ ઓટોમોબાઇલ્સ ક્ષેત્રની નેશનલ કોન્ફરન્સ, કેન્દ્રીય મંત્રીઓ સહિત CM ભૂપેન્દ્ર પટેલે 75 ઇ બસનું કર્યું લોકાર્પણ

દેશમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે એકતાનગર ખાતે ભારે ઉદ્યોગોની ચોથા તબક્કાની એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રિય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, અને રાજ્યના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Oct 08, 2022 | 7:45 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  (CM Bhupendra Patel ) નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એકતાનગર  (Ektanagar) ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રી-4.0 વિષય અંતર્ગત ભારે ઉદ્યોગો અને ઓટોમોબાઇલ્સ  (automobiles ) ક્ષેત્રની ભૂમિકા વિષેની પરિષદના શુભારંભ સમારોહમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો તેમજ કેન્દ્રીય મંત્રીઓની સાથે ગુજરાત માટેની 75 નવી ઇલેક્ટ્રીક બસોને  ( Electric buses ) પણ વર્ચ્યૂઅલી પ્રસ્થાન કરાવ્યું હતું. એકતાનગર ખાતે ચોથા તબક્કાની રાષ્ટ્રીય કોન્ફરન્સ આયોજિત કરવાાં આવી હતી. કેન્દ્રિય ભારે ઉદ્યોગમંત્રી ડોકટર મહેન્દ્રનાથ પાંડેએ આ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં દેશમાં 7 હજારથી વધુ ઇલેકટ્રીક બસો દોડાવવામાં આવશે.

નર્મદાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, FAME યોજનાના બીજા તબક્કા દરમિયાન દેશમાં ઇ- વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર ટુ- વ્હીલર, થ્રી વ્હીલર, કોર્મશિયલ ફોર વ્હીલર અને બસોને સબસીડી આપી રહી છે અને આગામી સમયમાં દેશમાં 22 હજાર પેટ્રોલપંપ પર ચાર્જીંગ સ્ટેશન લગાવવામાં આવશે .

ઉલ્લેખનીય છે કે, દેશમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા  એકતાનગર ખાતે ભારે ઉદ્યોગોની ચોથા તબક્કાની એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રિય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, અને રાજ્યના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.