36મી નેશનલ ગેમ્સમાં હોકીની સ્પર્ધાના બીજા દિવસે રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે કુલ 6 મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ મેચ હોકી મહિલા ટીમનો ઓરિસ્સા તેમજ હરિયાણા વચ્ચે રમાયો હતો.
National Games 2022 (Rajkot)
Rajkot: 36મી નેશનલ ગેમ્સમાં (National Games) હોકીની સ્પર્ધાના બીજા દિવસે રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે કુલ 6 મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ મેચ હોકી મહિલા ટીમનો ઓરિસ્સા તેમજ હરિયાણા વચ્ચે રમાયો હતો. જેમાં હરિયાણા ટીમ 04-00 ગોલ સાથે વિજેતા બની હતી. હરિયાણા તરફથી કેપ્ટન રાનીએ ત્રણ ગોલ તેમજ શર્મિલા દેવી એક ગોલ નોંધાવ્યો હતો. બીજી મેચ ઉત્તર પ્રદેશ તેમજ ગુજરાત વચ્ચે રમાઈ હતી. જેમાં ઉત્તર પ્રદેશની ટીમે 20-00થી મેચ જીતી હતી. જ્યારે ત્રીજી હોકી મહિલા મેચ કર્ણાટક તેમજ ઝારખંડ વચ્ચે રમાઈ હતી, બંને ટીમોએ ત્રણ ત્રણ ગોલ નોંધાવી મેચ ડ્રોમાં થઈ હતી.
ચોથી મેચ પંજાબ તેમજ મધ્યપ્રદેશ વચ્ચે રમાયેલી, જેમાં પંજાબની ટીમના રાજવીન્દર કોર તથા અમરદીપ કોરે એક એક ગોલ સાથે બે ગોલ સામે મધ્યપ્રદેશના સાધના સેજારે એક ગોલ કરેલ હતો. જેમાં પંજાબ 02-01થી વિજેતા બન્યું હતું. જ્યારે હોકીની પુરુષ મેચમાં પ્રથમ મેચ હરિયાણા તેમજ પશ્ચિમ બંગાળ વચ્ચે રમાયેલો, જેમાં હરિયાણા ટીમ સાત ગોલથી વિજેતા બન્યું હતું. જ્યારે બીજો મેચ ગુજરાત તેમજ મહારાષ્ટ્રની ટીમો વચ્ચે રમાયેલો હતો, જેમાં મહારાષ્ટ્ર ટીમ 20-01 ગોલ સાથે વિજેતા બની હતી.
નેશનલ ગેમ્સ બનશે પ્રથમ ઝીરો વેસ્ટ મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટ
રાજકોટમાં ચાલી રહેલ નેશનલ ગેમ્સ ના આયોજનમાં મહાનગરપાલિકા દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશને ઝીરો વેસ્ટ મલ્ટી સ્પોર્ટ ઈવેન્ટ બનાવવા જ રહી છે. જેમા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ તો છે જ સાથો સાથ વધેલુ ફુડ સંસ્થાઓને દાન કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. તેમજ એઠવાડ અને તેમજ કાચા શાકભાજીના કચરામાંથી બાયો-ડિગ્રીબલ વેસ્ટનુ સ્થળ પર જ મોબીટ્રેશ વાન દ્વારા ખાતર તૈયાર કરવામાં આવશે. રાજકોટમાં હોકી અને સ્વિમિંગ (Swimming)ની રમતો અંતર્ગત 2500થી વધુ ખેલાડીઓ અને મેચ ઓફિશિયલ્સ સહિત આયોજકો રેસકોર્સ ગ્રાઉન્ડ તેમજ સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પલેક્સ પર ઉપસ્થિત રહેશે.
આ દરમિયાન ખેલાડીઓ અને આયોજકો તેમજ અધિકારીઓના ભોજનની વ્યવસ્થા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે. સ્વચ્છતા પહેલાના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર ઈવેન્ટને વેસ્ટ ઈવેન્ટ તરીતે ઉજવવામાં આવી રહી છે. વેસ્ટ ઈવેન્ટ અંગે માહિતી આપતા અધિકારી દિગ્વિજય સિંહ તુવરે જણાવ્યુ કે મેદાન ખાતે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક તેમજ ડિસ્પોઝેબલ ડીશનો ઉપયોગ કરવામાં આવશે નહીં.