National Games 2022માં ગુજરાતને સોફ્ટ ટેનિસમાં બે બ્રોન્ઝ અને મલખંભમાં એક બ્રોન્ઝ, કુલ મેડલ આંક પહોંચ્યો 42 પર

ગુજરાતે નેશનલ ગેમ્સમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા. સોફ્ટ ટેનિસમાં મહિલા એકલ વર્ગમાં ગુજરાતની હેતવી ચૌધરીએ તો પુરૂષ વર્ગમાં અનિકેત ચિરાગ પટેલે જીત્યો બ્રોન્ઝ મેડલ. મલખંભમાં ગુજરાતના શૌર્યજીત ખૈરે જીત્યો બ્રોન્ઝ મેડલ.

National Games 2022માં ગુજરાતને સોફ્ટ ટેનિસમાં બે બ્રોન્ઝ અને મલખંભમાં એક બ્રોન્ઝ, કુલ મેડલ આંક પહોંચ્યો 42 પર

Gujarat wins three bronze medals; two in Soft Tennis and one in Mallakhambh

નેશનલ ગેમ્સ 2022માં (National Games 2022) ગુજરાતે વધુ ત્રણ મેડલ જીત્યા હતા. ગુજરાતનો મેડલ આંક સત્તાવાર વેબસાઈટ પ્રમાણે 42 પર પહોંચ્યો છે. ગુજરાતને અત્યાર સુધી 12 ગોલ્ડ, 12 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગુજરાતને બોક્સિંગમાં (Boxing) નિરાશા હાથ લાગી હતી. ક્વાર્ટર ફાઈનલમાં બંને મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. ક્વાર્ટર ફાઈનલમાં જીત સાથે મેડલ સુનિશ્ચિત થઈ શકયો હોત. ગુજરાતને સોફ્ટ ટેનિસમાં (Soft Tennis) મહિલા અને પુરૂષ એકલ વર્ગમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો તો મલખંભમાં (Mallakhambh) પણ ગુજરાતને બ્રોન્ઝ મળ્યો હતો.

સોફ્ટ ટેનિસમાં મહિલા અને પુરૂષ વર્ગમાં બ્રોન્ઝ મેડલ

સોફ્ટ ટેનિસમાં મહિલા એકલ વર્ગમાં ગુજરાતની હેતવી ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હેતવી ચૌધરીની સેમિફાઈનલમાં તમિલનાડુની રાગસરી બાબુ સામે 3-4થી હાર થઈ હતી. પ્રથમ બે સેટ હેતવીએ જીત્યા હતા, પરંતુ આગળ જતા તેણે મેચ પરથી પકડ ગુમાવી હતી. તમિલનાડુએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને મધ્ય પ્રદેશે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે હરિયાણાએ પણ સેમિફાઇનલમાં હારના કારણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સોફટ ટેનિસમાં પુરૂષ એકલ વર્ગમાં પણ ગુજરાતના નામે બ્રોન્ઝ મેડલ આવ્યો હતો. અનિકેત ચિરાગ પટેલે સેમિફાઇનલમાં હારના કારણે બ્રોન્ઝ મેડલ સાથે સંતોષ કરવો પડયો હતો. અનિકેતની સેમિફાઇનલમાં દિલ્હીના જીતેન્દર સામે હાર થઇ હતી. આ ઇવેન્ટમાં મધ્ય પ્રદેશે ગોલ્ડ મેડલ જીત્યો હતો તો દિલ્હીએ સિલ્વર મેડલ જીત્યો હતો. ચંદીગઢના રોહિતે પણ સેમિફાઇનલમાં હારના કારણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મલખંભમાં ગુજરાતને બ્રોન્ઝ અને બોક્સિંગમાં નિરાશા

મલખંભમાં ગુજરાતના શૌર્યજીત ખૈરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૌર્યજીતે એકલ પોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોક્સિંગમાં ક્વાર્ટર ફાઇનલમાં મહિલાઓની ફેથરવેઇટ કેટેગરીમાં ચંદીગઢની સવિતાએ ગુજરાતની મીનાક્ષી સુરેશભાઈ ભાનુશાલીને 5-0થી માત આપી હતી. મીનાક્ષીની આ હાર સાથે મેડલની આશાઓ સમાપ્ત થઇ હતી. મીનાક્ષીએ પહેલા રાઉન્ડમાં ઓડીશાની મુક્કેબાજ નિબેદિતાને 1-0થી હરાવી હતી.

 

બોક્સિંગમાં ક્વાર્ટર ફાઇનલમાં મહિલાઓની વેલટરવેઇટ કેટેગરીમાં ગુજરાતની પરમજીતકૌર રાઠોડની અનકુશિતા બોરો સામે 0-1 થી હાર થઇ હતી. પ્રથમ રાઉન્ડમાં પરમજીતકૌર રાઠોડની તમિલનાડુની એસ પ્રગાથી સામે 1-0 થી જીત થઇ હતી.

Previous Post Next Post