Saturday, October 8, 2022

National Games 2022: સિદસર ખાતે થયો વોલીબોલ સ્પર્ધાઓનો પ્રારંભ

[og_img]

  • સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઇનડોર સ્ટેડિયમ ખાતે રંગારંગ પ્રારંભ
  • રાજસ્થાન અને ગુજરાતની પુરુષ અને મહિલા વોલીબોલ ટીમો વચ્ચે ટક્કર
  • યજમાન ગુજરાતની ટીમે રાજસ્થાનને પરાસ્ત કરી, મહિલા ટીમને મળી હાર

નેશનલ ગેમ્સ પૈકીની વોલીબોલ સ્પર્ધાઓનો શનિવારથી સિદસર ખાતેના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઇનડોર સ્ટેડિયમ ખાતે આરંભ થયો છે. અને પ્રારંભિક મેચોમાં મેન્સ ઇવેન્ટમાં રાજસ્થાનની ટીમને યજમાન ગુજરાતની ટીમે 3-2થી પરાસ્ત કરી હતી. જ્યારે વિમેન્સ વિભાગમાં ગુજરાતના ભાગે પ્રથમ દિવસે નિષ્ફળતા આવી છે.

વોલીબોલની મેન્સ ઇવેન્ટમાં ગુજરાતની ટીમે પ્રથમ બે સેટ 26-24, 25-22થી જીતી લીધા બાદ 21-25, 19-25થી રાજસ્થાનની ટીમે બે સેટ જીતી અને મેચમાં કમબેક કર્યુ હતુ. નિર્ણાયક પાંચમા સેટમાં ગુજરાતના ખેલાડીઓએ સારો દેખાવ કર્યો હતો અને 15-8થી જીતી અને લીગ મેચમાં વિજય મેળવ્યો હતો.

વિમેન્સ વિભાગમાં પ્રથમ લીગ મેચમાં ચંડીગઢની ટીમે ગુજરાતને 3-2થી પરાસ્ત કર્યુ હતુ. ચંડીગઢે પ્રથમ બે સેટ 28-26, 25-19થી જીત્યા બાદ ગુજરાતની ટીમે મેચમાં રણનીતિ બદલી અને 23-25, 23-25થી બે સેટ જીતી લઇ મેચ નિર્ણાયક સેટમાં લઇ ગયા હતા. પાંચમા સેટમાં ભારે રસાકસી બાદ ચંડીગઢની ટીમે 15-12થી સેટ અને મેચ જીતી લીધા હતા.

મેન્સ વિભાગની અન્ય એક લીગ મેચમાં ગત નેશનલ ગેમ્સના ડિફેન્ડિંગ ચેમ્પિયન તામિલનાડુએ સીધા સેટોમાં પંજાબને 3-0થી જ્યારે વિમેન્સ વિભાગમાં રાજસ્થાનની ટીમે રોમાંચક મેચમાં 3-2થી હાર આપી હતી. મેન્સ વિભાગમાં કર્ણાટક સામે કેરળ, પંજાબ સામે તામિલનાડુનો જ્યારે વિમેન્સમાં હિમાચલ પ્રદેશ સામે રાજસ્થાનનો, પશ્ચિમ બંગાળ સામે કેરળનો લીગ મેચમાં વિજય થયો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.