નેશનલ ગેમ્સ (National Games)માં સ્વિમિંગ (Swimming) કોમ્પિટિશનમાં સોમવારે ગુજરાતના ખાતામાં વઘુ એક મેડલ આવ્યો હતો. આ સાથે ગુજરાતના ખાતામાં કુલ 13 મેડલ જમા થયા છે.
Image Credit source: Twitter
National Games : નેશનલ ગેમ્સ (National Games )માં ખેલાડીઓ મેદાન,કોર્ટ પર પોતાની રમત દેખાડી રહ્યા છે અને પોતાની ટીમના ખાતામાં મેડલ જમા કરી રહ્યા છે. ત્યારે આજે પણ રાજકોટ શહેરથી લઈ અમદાવાદ, ગાંધીનગર,ભાવનગર, સુરત અને દિલ્હી ખાતે અનેક રમતો યોજાશે. રાજકોટ (Rajkot)માં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગુજરાત મેડલની આશા રાખી રહ્યુ હતુ અને તે જ સમયે ગુજરાતના ખેલાડી આર્યન નેહરાએ સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. તો રાજકોટ શહેરમાં આજે પણ સ્વિમિંગ કોમ્પિટિશન (Swimming Competition) બપોરના 5 કલાકથી શરુ થઈ 6 20 કલાક સુધી યોજાશે. શહેરના ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની રમત સવારે 7 કલાકથી શરુ થઈ બપોરના 4 કલાક સુધી રમાશે. જેમાં ગુજરાતની ટીમ વેસ્ટબંગાળ સામે ટક્કરાતી જોવા મળશે.
શાહીબાગ ખાતે ફુટબોલની 2 મેચ રમાશે
સુરત શહેરમાં બેડમિન્ટનની 2 મેત રમાશે. તેમજ જીમનાસ્ટિકની પણ 2 રમત યોજાશે. ભાવનગર શહગેરમાં સવારે 8 કલાકથી બાસ્કેટ બોલની મહિલા તેમજ પુરુષની રમત યોજાશે. દિલ્હી શહેરમાં આજે સાઈકલિંગ સવારના 9 30 કલાકથી શરુ થશે. જેમાં અનેક મેડલ આજે દાવ પર છે. અમદાવાદ શહેરમાં લોન બોલ્સમાં પુરુષની સિંગલ , મહિલા ત્રિપલ તેમજ સેમી ફાઈનલની ટક્કર જોવા મળશે.લોનબોલ્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ અમદાવાદ ખાતે રમાઈ રહી છે. શહેરના સંસ્કાર ધામ ગ્રાઉન્ડ ખાતે આર્ચરીમાં ગોલ્ડ મેડલનો જંગ જોવા મળશે તેમજ ખો-ખોમાં મહિલા અને પુરુષ બંન્નેની મેડલ મેચની ટક્કર જોવા મળશે. પોલીસ સ્ટેડિયમ શાહિબાગ ખાતે ફુટબોલની 2 મેચ રમાશે જેમાં એક મેચમાં ગુજરાતની ટક્કર મહારાષ્ટ્ર સાથે બપોરના 3 30 કલાકે જોવા મળશે. ટેનિસની ટ્ક્કર શહેરના સાબરમિતિ રિવરફ્રન્ટના ટેનિસ કોર્ટમાં પુરુષ ડબલ્સની મેડલ મેચ જોવા મળશે.
Have a look at the #NationalGames2022 schedule for tomorrow, 4th October 🤩
All the best to everyone who will be in action at the #36thNationalGames
1/3 pic.twitter.com/XgeE4Hxq5l
— SAI Media (@Media_SAI) October 3, 2022
ગાંધીનગરના આઈઆઈટી એથલેટિક્સ ટ્રેક ખાતે એથલેટિક્સમાં પણ આજે અનેક મેડલ માટેની ટક્કર જોવા મળશે. મહાત્મા મંદિર એક્ઝિબેઝન હોલ ખાતે વેઈટલિફ્ટિંગમાં મહિલાની 87 કિલો વજન વર્ગમાં ફાઈનલ તેમજ પુરુષની 109 કિલો ગ્રામ વર્ગની ફાઈનલ ટક્કર જોવા મળશે. તેમજ ફેન્સિંગની ટક્કર પણ સવારે 10 કલાકથી શરુ થઈ બપોરના 3 45 સુધી જોવા મળશે.આઈઆઈટી ગાંધીનગર સ્કવોશ કોર્ટમાં મહિલાની રમત જોવા મળશે.
નેશનલ ગેમ્સમાં મેડલ ટેબલ પર નજર કરીએ તો સૌથી પહેલા સર્વિસિસ સ્પોર્ટસ કન્ટ્રોલ બોર્ડ કુલ 68 મેડલ સાથે ટોચ પર સ્થાન જમાવ્યું છે બીજા સ્થાન પર 58 મેડલ સાથે બીજા સ્થાને ત્યારબાદ મહારાષ્ટ્ર 60 મેડલ સાથે ત્રીજા સ્થાને આમ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ,પંજાબ,મણિપુર,વેસ્ટબંગાળ,કેરળ,કર્ણાટકા 10માં સ્થાન પર છે. ગુજરાત ટોપ 10માં પણ નજરે આવતું નથી. હાલમાં ગુજરાતના મેડલ ટેબલ પર નજર કરીએ તો ગુજરાત કુલ 13 મેડલ સાથે જોવા મળી રહ્યું છે. જેમાં કુલ 5 ગોલ્ડ મેડલ,2 સિલ્વર મેડલ અને6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.