આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 120 કરોડ આંકવામાં આવી છે. NCBની ટીમ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ડ્રગ્સ ક્યાં લઈ જવાના હતા.
Image Credit source: પ્રતિકાત્મક તસવીર
ભારતમાં ડ્રગ્સ પકડાવાનો સીલસીલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈના (Mumbai) એક ગોડાઉનમાંથી 50 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. એટલુ જ નહીં આ મામલામાં એર ઈન્ડિયાના (Air India) પૂર્વ પાઈલટ સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ મુંબઈના રહેવાસી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 120 કરોડ આંકવામાં આવી છે. NCBની ટીમ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ડ્રગ્સ (drugs) ક્યાં લઈ જવાના હતા. તાજેતરના મહિનાઓમાં, પોલીસ ટીમોએ મુંબઈમાં વિવિધ સ્થળોએથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યું છે.
ગઈકાલે એટલે કે ગુરુવારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 16 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. તે જ સમયે, એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. હેરોઈનની કિંમત અંદાજે 80 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. ડીઆરઆઈ અધિકારીના જણાવ્યા અનુસાર હેરોઈન ટ્રોલી બેગની અંદર છુપાવવામાં આવ્યું હતું.
NCB ने मुंबई स्थित एक गोदाम में छुपाए गए लगभग 50 किलो MD ड्रग बरामद किया। यह एक कार्टेल द्वारा चलाया जा रहा था। हमने कार्टेल के सरगना समेत 2 लोगों को गिरफ़्तार किया है। हमने पहले भी इस कार्टेल के सरगना को मैंड्रेक्स ड्रग की तस्करी में गिरफ़्तार किया था: NCB उप महानिदेशक एसके सिंह pic.twitter.com/B9ZTk6YaO9
— ANI_HindiNews (@AHindinews) October 7, 2022
700 કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ
ઓગસ્ટમાં, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. નાલાસોપારામાં ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા બાદ રૂ. 1,400 કરોડની કિંમતની 700 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ એક કન્ટેનરમાં રાખવામાં આવ્યુ હતું અને તેને દિલ્હી લઈ જવામાં આવી રહ્યુ હતું.
નવા શેવા પોર્ટ પરથી 20 ટન હેરોઈન પકડાયુ
સપ્ટેમ્બરમાં પોલીસે મુંબઈના નવા શેવા પોર્ટ પરથી 20 ટન હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 1725 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પરથી 5 કિલો હેરોઈન ઝડપાયું હતું. આ દરમિયાન એક વિદેશી નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 30 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.