Nykaaનો સ્ટોક 26 નવેમ્બર, 2021ના રોજ રૂ. 2,574ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તે 12 મે, 2022ના રોજ રૂ. 1,208.40ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. Nykaaએ 10 નવેમ્બર, 2021ના રોજ શેરબજારમાં પ્રવેશ કર્યો.
Image Credit source: File Image
શેરબજાર ભલે હાલમાં નીચે સરકી રહ્યું છે પણ નાયકાએ (Nykaa) તેના રોકાણકારોને મોટી ભેટ આપી છે. નાયકાએ માહિતી આપી છે કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સોમવારે મળેલી તેની બેઠકમાં 5:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે કંપની દરેક 1 શેર માટે રોકાણકારોને 5 બોનસ શેર આપશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લગભગ 8 ટકાના વધારા સાથે કંપનીના શેર સોમવાર, 3 ઓક્ટોબર, 2022ના રોજ રૂ. 1370.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે પોસ્ટલ બેલેટના માધ્યમથી શેરધારકોની મંજૂરી માટે નાયકાએ એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે કંપનીએ બોનસ ઈક્વિટી શેરો માટે લાયક સભ્યોને નિર્ધારિત કરવાના ઉદ્દેશથી 3 નવેમ્બર 2022ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. ગયા અઠવાડિયે, 28 સપ્ટેમ્બરના રોજ નાયકાએ જણાવ્યું હતું કે તેમનું બોર્ડ પહેલા બોનસ મુદ્દા પર વિચારણા કરવા માટે 3 ઓક્ટોબરે બેઠક કરશે.
Nykaa ઓનલાઈન પ્લેટફોર્મ અથવા ઈ-કોમર્સ, એમ-કોમર્સ, ઈન્ટરનેટ, ઈન્ટ્રાનેટ જેવી વેબસાઈટ પર બ્યુટી, વેલનેસ, ફિટનેસ, પર્સનલ કેર, હેલ્થ કેર, સ્કીન કેર, હેર કેર પ્રોડક્ટ્સના ઉત્પાદન, વેચાણ અને વિતરણના વ્યવસાયમાં રોકાયેલ છે. તેમજ ભૌતિક દુકાનો, સ્ટોલ, સામાન્ય ટ્રેડિંગ અને આધુનિક ટ્રેડિંગના માધ્યમથી સવારે 11:19 વાગ્યે, શેર S&P BSE સેન્સેક્સમાં 0.57 ટકાના ઘટાડાની સરખામણીમાં 7 ટકા વધીને રૂ. 1,367 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, છેલ્લા છ મહિનામાં નાયકાએ માર્કેટમાં 20 ટકા સુધીનો ઘટાડો નોંધાવ્યો છે, જ્યારે સેન્સેક્સમાં 8 ટકાનો વધારો થયો છે.
શેરબજારમાં નવેમ્બર 2021માં કરી શરૂઆત
Nykaa સ્ટોક 26 નવેમ્બર, 2021ના રોજ રૂ. 2,574ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તે 12 મે, 2022ના રોજ રૂ. 1,208.40ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. Nykaaએ 10 નવેમ્બર, 2021ના રોજ શેરબજારમાં પ્રવેશ કર્યો. કંપનીએ આ દ્વારા રૂ. 5,300 કરોડ એકત્ર કર્યા હતા અને શેર દીઠ રૂ. 1,125ના ભાવે શેર ઈશ્યૂ કરીને પ્રારંભિક જાહેર ઓફર કરી હતી.
Nykaa માને છે કે તેની સફળતા ગ્રાહકને સમજવા અને તેમના માટે કસ્ટમ સોલ્યુશન્સ બનાવવાનું પરિણામ છે. તેણે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા આંતરરાષ્ટ્રીય ધોરણોની સમકક્ષ ગ્રાહક અનુભવ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે ખાસ કરીને ભારતીય બજાર માટે મિની SKU અથવા એક્સેસ પેક બનાવવા માટે તેના બ્રાન્ડ ભાગીદારો સાથે કામ કર્યું.