[og_img]
- પાકિસ્તાની ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ રમિઝ રાજાનો મોટું નિવેદન
- ‘પહેલા અમે અન્ડરડોગ હતા, હવે ભારત અમને ઈજ્જત આપે છે’:
- ઓછા સાધનો છતાં અમે બિલિયન ડોલર ક્રિકેટ ટીમને હરાવી
ટીમ ઇન્ડિયા T20 વિશ્વ કપમાં પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમશે. T20 વિશ્વ કપ 2021માં ભારતને પાકિસ્તાન સામે 10 વિકેટે હાર મળી હતી. હવે ભારત પાસે તક છે તે પોતાની હારનો બદલો લઇ શકે. આ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ રમિઝ રાજાએ બંને દેશના ક્રિકેટ સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે.
રમિઝ રાજાનું કહેવું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે થનાર ક્રિકેટ મેચ એક માનસિક યુદ્ધ સામાન છે, જેમાં જીત મેળવવી ઘણી અઘરી હોય છે. પાકિસ્તાનને પહેલા વિશ્વ કપમાં અન્ડરડોગ માનવામાં આવતું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. રમિઝ રાજાનું કહેવું છે કે હવે ભારતીય ટીમ પણ પાકિસ્તાની ટીમને સન્માન આપવા લાગી છે.
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે કહ્યું છે કે સ્કીલ અને ટેલેન્ટથી વધુ આ મેન્ટલ વોર છે, જો તમે સ્ટ્રોંગ છો તો મેચમાં જીત મેળવી શકો છો. પાકિસ્તાનને હંમેશા વિશ્વકપમાં અન્ડરડોગ માનવામાં આવતું હતું. પરંતુ, હવે ભારત પણ હવે અમને ઈજ્જત આપવા લાગ્યું છે.
રમિઝ રાજાએ કહ્યું છે કે પાકિસ્તાનને ક્રેડીટ આપવી જ જોઈએ કારણ કે અમે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છીએ અને એક બિલિયન ડોલર ક્રિકેટ ટીમને હરાવી રહ્યા છીએ. અમારી પાસે ભારત કરતા ઓછા સાધનો છે. છતાં અમે તેમની ટીમને મ્હાત આપી રહ્યા છીએ.
T20 વર્લ્ડ કપમાં ટકરાશે બે દિગ્ગજ
જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સીરીઝ ન થતી હોય પરંતુ બંને ટીમો આઈસીસી ઇવેન્ટમાં આમને-સામને ચોક્કસ આવે છે. તાજેતરમાં જ એશિયા કપમાં બંને ટીમો વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં, એક મેચમાં ભારત અને એક મેચમાં પાકિસ્તાનની જીત થઇ હતી. હવે સૌ કોઈની નજર, આગામી 23 ઓક્ટોબરના રોજ મેલબોર્નમાં રમાનાર મેચ પર ટકી છે. આ મેચ વિશ્વ કપની બંને ટીમોની પહેલી મેચ હશે.
T20 વર્લ્ડ કપ માટે ભારત-પાકિસ્તાનની ટીમો
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.
પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, હૈદર અલી, હારિસ રઉફ, ઈફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ, ઉસ્માન કાદીર.
ટ્રાવેલિંગ રિઝર્વ: મોહમ્મદ હારિસ, ફખર જમાં અને શાહનવાઝ દહાની.