છ કરોડ રૂપિયાની ચલણીનોટ અને સોના-ચાંદીથી કરાયો માતાના દરબારમાં ભવ્ય શણગાર, જુઓ PHOTOS | andhra temple decoration photos spent six crore cash gold and silver

આંધ્રપ્રદેશના (Andhra Pradesh) 135 વર્ષ જૂના વાસવી કન્યાકા પરમેશ્વરી મંદિરની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે, જ્યાં માતાના ભવ્ય દરબારને 6 કિલો સોનું, 3 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયાના ચલણથી શણગારવામાં આવ્યું હતું.

Oct 02, 2022 | 7:42 AM

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Oct 02, 2022 | 7:42 AM

નવરાત્રીને લઈને સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં માતાની અલગ-અલગ રીતે પૂજા કરવામાં આવી રહી છે. આવું જ એક મંદિર આજકાલ ચર્ચામાં છે. જેને 6 કિલો સોનું, 3 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયાના ચલણથી શણગારવામાં આવ્યું હતું.

અમે વાત કરી રહ્યા છીએ આંધ્ર પ્રદેશમાં સ્થિત 135 વર્ષ જૂના વાસવી કન્યાકા પરમેશ્વરી મંદિરની, જેને એટલી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે કે, દેશભરમાં તેની ચર્ચા છે, મંદિરની દિવાલો અને ફ્લોર પર ચલણી નોટો ચોંટાડવામાં આવી છે.

જેમાં 500, 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટોનો સમાવેશ થાય છે. મંદિરે પહોંચતા ભક્તો તેને ઉત્સુકતાથી જુએ છે. નોંધનીય છે કે મંદિરને આ રીતે શણગારવાની પરંપરા 20 વર્ષથી ચાલી આવે છે, નવરાત્રી દરમિયાન મંદિરને સોના અને રોકડથી શણગારવાની પરંપરા ચાલી આવે છે.

આ ઉપરાંત નવરાત્રી નિમિત્તે દશેરા મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. એવું માનવામાં આવે છે કે 'દેવી નવરાત્રી ઉસ્તાવલુ' ના અવસર પર દેવીને આપવામાં આવેલ રોકડ અને સોનું તેના માટે ભાગ્યશાળી સાબિત થશે અને તેના વ્યવસાયને સુધારવામાં મદદ કરશે.

આ ઉપરાંત નવરાત્રી નિમિત્તે દશેરા મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. એવું માનવામાં આવે છે કે ‘દેવી નવરાત્રી ઉસ્તાવલુ’ ના અવસર પર દેવીને આપવામાં આવેલ રોકડ અને સોનું તેના માટે ભાગ્યશાળી સાબિત થશે અને તેના વ્યવસાયને સુધારવામાં મદદ કરશે.

જ્યારે દશેરા પછી તે આભૂષણો અને ચલણના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, મંદિર સમિતિએ સમાચાર એજન્સી ANIને કહ્યું,

જ્યારે દશેરા પછી તે આભૂષણો અને ચલણના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, મંદિર સમિતિએ સમાચાર એજન્સી ANIને કહ્યું, “આ બધુ સાર્વજનિક દાનનો ભાગ છે, તેથી પૂજા પૂર્ણ થયા બાદ તે પરત કરવામાં આવશે.આ મંદિર ટ્રસ્ટમાં જશે નહીં.” તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ 11 કરોડ રૂપિયાના ખર્ચે મંદિરના જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

Most Read Stories