الأحد، 23 أكتوبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» PHOTOS: ભવ્ય લેસર શો દ્વારા રામ કથાનું આયોજન, અયોધ્યા રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું
ઑક્ટો 23, 2022 | 11:10 PM
TV9 ગુજરાતી | સંપાદન: અશ્વિન પટેલ
ઑક્ટો 23, 2022 | 11:10 PM
દિવાળી પહેલાના દિવસે અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લેસર શોએ પણ કાર્યક્રમની શોભા વધારી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે લગભગ 26 મિનિટ સુધી લેસર શોની મજા માણી.
લેસર શો દ્વારા રામકથાનું મંચન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રંગબેરંગી રોશનીઓએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો.
લેસર શો દ્વારા વિદેશથી આવેલા કલાકારોએ રામકથાનું મંચન કર્યું હતું. શ્રી રામના જીવન ચરિત્રને શો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
અયોધ્યામાં ક્યારેય ન ભૂલી શકાય તેવું દ્રશ્ય જોવા મળ્યું.દીપોત્સવ સમારોહમાં પીએમ મોદી સાથે સીએમ યોગી પણ હાજર રહ્યા હતા.
અયોધ્યા 17 લાખ દીવાઓથી ઝળહળી ઉઠી હતી. રામ નગરીએ મોટી સંખ્યામાં દીવાઓ પ્રગટાવીને પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો.
પાંચ દિવસની મહેનત બાદ 22 હજારથી વધુ સ્વયંસેવકોએ આખી અયોધ્યાને રામના ચરણોની સાથે દીવાઓથી પ્રકાશિત કરી હતી.