PM Gujarat visit: વડાપ્રધાન મોદી બે દિવસમાં કરશે 3 જિલ્લાનો ઝંઝાવાતી પ્રવાસ, તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ | PM Gujarat visit: Prime Minister Modi will visit 3 districts in two days, the system is busy with preparations

PM મોદી આગામી 10 અને 11 ઓક્ટોબરે ગુજરાત આવશે. જેને લઈને રાજકોટ, જામનગર અને અમદાવાદમાં તૈયારીનો દૌર જામ્યો છે. PM મોદી 10 ઓક્ટોબરે જામનગરમાં  (Jamnagar) 1462 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે.

PM Gujarat visit: વડાપ્રધાન મોદી બે દિવસમાં કરશે 3 જિલ્લાનો ઝંઝાવાતી પ્રવાસ, તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

આગામી વિધાનસભા ચૂંટણીને (Gujarat vidhansabha Election 2022) લઈ PM નરેન્દ્ર મોદીની  (PM Narendra Modi) ગુજરાતની મુલાકાતો વધી છે. ત્યારે PM મોદી આગામી 10 અને 11 ઓક્ટોબરે ગુજરાત આવશે. જેને લઈને રાજકોટ, જામનગર અને અમદાવાદમાં તૈયારીનો દૌર જામ્યો છે. PM મોદી 10 ઓક્ટોબરે જામનગરમાં  (Jamnagar) 1462 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે.

જે માટે આશરે એક લાખ લોકો બેસી શકે તેવો ડોમ તૈયાર કરાયો છે. જે બાદ PM રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે અને 11 ઓક્ટોબરે જામકંડોરણમાં જાહેર સભાને સંબોધશે. આ સભામાં દોઢ લાખ લોકો બેસી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરાયો છે. તેમજ સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. જે બાદ PM મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ₹712 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

જામકંડોરણામાં તૈયારીની સમીક્ષા કરતા જયેશ રાદડિયા

PM મોદી આગામી 11 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના જામકંડોરણા ખાતે જાહેર સભાને સંબોધશે ત્યા રે પૂર્વ પ્રધાન જયેશ રાદડિયાએ PM મોદીના સભા સ્થળની મુલાકાત લઈ તૈયારીઓનું નીરિક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં દોઢ લાખ લોકો બેસી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સભામાં આવનારા લોકોના ભોજન, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. જયેશ રાદડિયાએ કહ્યું કે PM મોદીના પ્રવાસને લઈ જામકંડોરણાવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે

બે દિવસમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 જિલ્લાની મુલાકાતે હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહીછે ઉલ્લેખનીય  છે કે તાજેતરમાં જ 30  સપ્ટેમ્બરે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  અમદાવાદની મુલાકાત લઈને શહેરીજનોને  અમદાવાદમાં મેટ્રો ટ્રેન તેમજ વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી

 

Previous Post Next Post