Thursday, October 20, 2022

PM Modi Visit Gujarat Live : વડાપ્રધાન મોદી આજે મિશન 'દક્ષિણ ગુજરાત' પર, તાપી અને નર્મદા જિલ્લામાં અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

PM Modi Visit Gujarat Live updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડાપ્રધાન મોદીની આ મુલાકાત રાજકીય રીતે પણ ઘણુ મહત્વ ધરાવે છે.

PM Modi Visit Gujarat Live  : વડાપ્રધાન મોદી આજે મિશન 'દક્ષિણ ગુજરાત' પર, તાપી અને નર્મદા જિલ્લામાં અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

પીએમ મોદી ગુજરાત વિઝિટ લાઈવ

| સંપાદિત: મમતા ગઢવી

ઑક્ટો 20, 2022 | 8:37 AM

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતનો (PM મોદી ગુજરાત મુલાકાત) આજે બીજો દિવસ છે,  દક્ષિણ ગુજરાતમાં તેઓ અનેક વિકાસકાર્યોની ભેટ આપશે.  તાપી, નર્મદા (નર્મદા) અને સુરત જિલ્લામાં (સુરત) તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઉપરાંત સિવાય સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીએ તો તાપી તથા નર્મદા જિલ્લામાં રૂપિયા 302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે વડાપ્રધાન મોદી (PM મોદી ગુજરાત મુલાકાત) કેવડિયાની મુલાકાતે પણ જશે. જ્યાં તેઓ મિશન લાઇફનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહેવાના છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.