PM Modi Visit Gujarat Mehsana Modhera Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, થોડી વારમાં મહેસાણા જવા થશે રવાના

PM Modi Visit Gujarat Mehsana Modhera Live updates in Gujarati : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. PM મોદી અમદાવાદ પહોચતા તેમનું CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

PM Modi Visit Gujarat Mehsana Modhera Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, થોડી વારમાં મહેસાણા જવા થશે રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનમાં

| Edited By: Tanvi Soni


Oct 09, 2022 | 3:58 PM

LIVE NEWS & UPDATES

  • 09 Oct 2022 03:58 PM (IST)

    PM Modi Visit Gujarat Mehsana Modhera Live updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

    ડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. PM મોદી અમદાવાદ પહોચતા તેમનું CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી ગુજરાતના (Gujarat Visit) ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ આજે પોતાના વતન એટલે મહેસાણા (Mehsana)જિલ્લામાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાન મોદી મોઢેરાના (Modhera) સૂર્ય મંદિરની મુલાકાત પણ લેવાના છે. સૂર્ય મંદિરને કારણે જગવિખ્યાત એવું મોઢેરા ગામ હવે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેરાને ભારતનું પ્રથમ 24 x 7 રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. મોઢેરા ગામ ભારતનું પ્રથમ એવું ગામ હશે કે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરતું હશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સાહસથી હાથ ધરાયેલા આ સૂર્ય ગ્રામ પ્રોજેક્ટ હેઠળ સુજાણપુરામાં 12 હેક્ટરમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ આધારિત પ્લાન્ટ સ્થાપિત કરાયો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોઢેરા, સમલાનપુરા અને સુજાણપુરા ગામના ઘરો પર 1 કિલોવોટની 1300થી વધુ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવાઈ છે. જેથી ગ્રામજનોને ક્લીન એન્ડ ગ્રીન એનર્જી મળી રહી છે.

Published On – Oct 09,2022 3:57 PM