PM Modi એ અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી, કહ્યું અમદાવાદ- દિલ્લી માટે વૈકલ્પિક રૂટ તૈયાર થયો

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi) અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમજ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ માટે ગુજરાતની કનેક્ટિવિટી માટે આજે ખૂબ મોટો દિવસ છે. ગુજરાતના લાખો લોકો એક મોટા ક્ષેત્રમાં બ્રોડ ગેજ લાઈન ન હોવાથી હેરાન થતાં હતાં તેમને રાહત મળશે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 31, 2022 | 8:02 PM

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમજ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ માટે ગુજરાતની કનેક્ટિવિટી માટે આજે ખૂબ મોટો દિવસ છે. ગુજરાતના લાખો લોકો એક મોટા ક્ષેત્રમાં બ્રોડ ગેજ લાઈન ન હોવાથી હેરાન થતાં હતાં તેમને રાહત મળશે. આજનું આ આયોજન માત્ર બે રેલ રૂટ પર ટ્રેનનું ચાલવું જ નથી આ એટલું મોટું કામ પૂર્ણ થયું છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ કામ પૂર્ણ થવાની રાહ જોતા જોતા દશકા નીકળી ગયા છે. આજથી આ પૂરા રૂટનું કાયાકલ્પ થયું છે. તેમજ અસારવાથી હિંમતનગરથી ઉદયપુર સુધી લાઈન મોટી થઈ માત્ર ગુજરાત નહી પરંતુ રાજસ્થાનના પણ અનેક લોકો જોડાયેલા છે. અહીંથી નીકળેલી ટ્રેન દેશના કોઈ પણ ભાગમાં જઈ શકશે. તેમજ અસારવાથી ઉદયપુર ૩૦૦ કિમી બ્રોડ ગેજમાં બદલાવાથી ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ક્ષેત્રો દિલ્લી અને ઉત્તર ભારતથી જોડાઈ જશે. તેમજ આ અમદાવાદ અને દિલ્લી માટે વૈકલ્પિક રૂટ તૈયાર થયો છે. આનાથી કચ્છ, નાથદ્વારા, ઉદયપુરના પર્યટકોને લાભ થશે.

પીએમ મોદીએ કહ્યું કે હિંમતનગરના ટાઇલ્સ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થવાનો છે. તેમજ ડબલ એન્જિન સરકાર કામ કરે તેના અનેક ફાયદા થાય છે. વર્ષ 2014થી પહેલા ગુજરાતમાં નવા રેલ રૂટ માટે કેન્દ્ર સરકાર પાસે વારંવાર જવું પડતું હતું. ગુજરાત સાથે અન્યાય કરવામાં આવતો હતો. પણ
ડબલ એન્જિન સરકાર બનવાથી કામ અને અન્ય બાબતોમાં તાકાત મળી છે. જેમાં 2014 થી 2022 વચ્ચે લાઈનો મોટી સંખ્યામાં વધારવામાં આવી છે.

આ નવા રુટની વાત કરીએ તો અમદાવાદ (અસારવા)- હિંમતનગર -ઉદેપુર વિભાગનો પ્રારંભ વિસ્તારના લોકો માટે વરદાન સાબિત થશે. 299 કિમીનો આ વિભાગ રૂ. 2482.38 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ વિભાગ ના મુખ્ય સ્ટેશનો અમદાવાદ, શામળાજી રોડ, હિંમતનગર, નાંદોલ દહેગામ, ડુંગરપુર, પ્રાંતિજ અને ઉદયપુર છે. આ વિભાગ દેશના બાકીના ભાગો સાથે કનેક્ટિવિટીના સંદર્ભમાં આ વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો માટે મોટી રાહત હશે. આ પ્રવાસીઓ, વેપારીઓ તેમજ આ વિસ્તારની આસપાસના ઉત્પાદન એકમો અને ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે.હિમતનગરમાં ટાઇલ અને સિરામિક ઉદ્યોગો આ રેલ પ્રોજેક્ટનો લાભ લઈ શકે છે.

તેઓ સીમલેસ કનેક્ટિવિટીને કારણે દેશભરના ગ્રાહકો સુધી તેમનો માલ રેલ્વે દ્વારા લઈ જઈ શકે છેઆ રાષ્ટ્રીય રાજધાની (દિલ્હી) તેમજ આર્થિક રાજધાની (મુંબઈ) સાથે વધુ સારી કનેક્ટિવિટી સાથે પ્રદેશમાં ઔદ્યોગિકીકરણમાં મદદ કરશે. તેનાથી વધારાની રોજગારીની તકો ઊભી કરવામાં પણ મદદ મળશે. તે અમદાવાદ અને દિલ્હી માટે ઝડપી, આર્થિક અને પર્યાવરણને અનુકૂળ વૈકલ્પિક માર્ગ હશે.

Previous Post Next Post