હિમાચલપ્રદેશમાં ભાજપને ફરી સત્તામાં લાવશે PM મોદી ! નવેમ્બરમાં સંબોધશે અનેક રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 થી 9 નવેમ્બર દરમિયાન હિમાતલપ્રદેશમાં પાર્ટીની ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. અપેક્ષિત કાર્યક્રમના ભાગરૂપે વડાપ્રધાન શિમલા, હમીરપુર, કાંગડા અને મંડીમાં રેલીઓને સંબોધિત કરશે.

હિમાચલપ્રદેશમાં ભાજપને ફરી સત્તામાં લાવશે PM મોદી ! નવેમ્બરમાં સંબોધશે અનેક રેલી

પીએમ નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

છબી ક્રેડિટ સ્ત્રોત: પીટીઆઈ

ભારતીય જનતા પાર્ટીના હિમાચલ પ્રદેશ એકમના અધ્યક્ષ સુરેશ કશ્યપે ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 થી 9 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ભાજપની ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન સંભવિત કાર્યક્રમના ભાગરૂપે શિમલા, હમીરપુર, કાંગડા અને મંડીમાં રેલીઓને સંબોધશે. કશ્યપે વધુમાં કહ્યું કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અનુરાગ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધિયા, સ્મૃતિ ઈરાની, પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રા અને અન્ય ઘણા અગ્રણી નેતાઓ પણ ચૂંટણી જાહેરસભાઓ ગજવશે.

તેમણે કહ્યું કે ચૂંટણી રેલીઓની તારીખો નક્કી કરવામાં આવી રહી છે. એક પ્રશ્નના જવાબમાં કશ્યપે કહ્યું કે ભાજપના બળવાખોર ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચવા માટે મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિમલાના સાંસદ કશ્યપે કહ્યું કે જે બીજેપીના બળવાખોર ઉમેદવારો પોતાનું નામાંકન પાછું નહીં ખેંચે તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. જો કે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે બળવાખોર ઉમેદવારો તેમની ઉમેદવારી પાછી ખેંચી લેશે અને તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની કોઈ સ્થિતિ નહીં આવે.

આ વખતે પીએમ મોદીએ કુલ્લુમાં દશેરાની ઉજવણી કરી

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે પીએમ મોદીએ કુલ્લુમાં દશેરાની ઉજવણી કરી હતી. અગાઉ સોલનમાં મોદીએ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જાહેર સભા કરી હતી. જે બાદ તે પહેલીવાર સોલન આવશે. વીરેન્દ્ર કશ્યપે કહ્યું કે, વડાપ્રધાન મોદી 5 નવેમ્બરે સોલનના ઠોડો મેદાનમાં જાહેરસભાને સંબોધિત કરશે. જેમાં શિમલા લોકસભા મતવિસ્તારના તમામ વિધાનસભા ઉમેદવારોની તરફેણમાં આ જાહેરસભા યોજાશે.

12 નવેમ્બરે મતદાન થશે

આવતીકાલ 29 ઓક્ટોબર હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. હિમાચલ પ્રદેશની 68 સીટોવાળી વિધાનસભા માટે આગામી 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 12મી નવેમ્બરે યોજાનાર ચૂંટણીની 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.