અયોધ્યા । અમારી સરકારે ઉપેક્ષિત ધાર્મિક સ્થળોને સુંદ બનાવવાનું શરૂ કર્યું: PM

[og_img]

  • આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે
  • પીએમ મોદી રામનગરીમાં 3 કલાક 20 મિનિટ રોકાશે
  • આ પહેલા PMએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા હતા

આજે આખી અયોધ્યાનગર રામમય બની ગઈ છે. દીપોત્સવની અદ્દભુત નજારો જોવા મળી રહ્યો છે. રામકથા પાર્કને રાજભવનની જેમ શણગારવામાં આવ્યો છે. મહર્ષિ વશિષ્ઠની ભૂમિકામાં પીએમ મોદીએ શ્રી રામનો રાજ્યાભિષેક કરીને આરતી ઉતારી હતી. પીએમ મોદી રામનગરીમાં 3 કલાક 20 મિનિટ રોકાશે. દરમિયાન વડાપ્રધાન મોદીએ ભગવાન શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી.

ઉપેક્ષિત ધાર્મિક સ્થળોને સુંદર બનાવવાનું શરૂ કર્યુંઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં દીપોત્સવને સંબોધિત કરતા ભગવાન રામની નગરીમાં થઈ રહેલા વિકાસ કાર્યોની ચર્ચા કરી અને કહ્યું કે ધાર્મિક સ્થળોની ઉપેક્ષા કરવામાં આવી હતી. અમારી સરકાર અયોધ્યા તેમજ અન્ય ઉપેક્ષિત ધાર્મિક સ્થળોને સુશોભિત, સુંદર બનાવવાનું કામ કરી રહી છે.

પીએમ મોદી અને સીએમ યોગીએ અયોધ્યા પરત ફરેલા રામની આરતી ઉતારી

અયોધ્યામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા પરત ફરેલા ભગવાન રામની આરતી ઉતારી હતી. પીએમ મોદીએ દીપોત્સવના કાર્યક્રમને સંબોધતા ભગવાન રામની ભક્તિની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે જ્યારે દેશમાં દેશ પ્રેમની લાગણી પ્રબળ બને છે ત્યારે જ તે રાષ્ટ્ર નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે.

મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કર્યો અને જય શ્રી રામના નારા સાથે પોતાના ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે આવી તકો ખૂબ જ સદભાગ્યે ઉપલબ્ધ છે. મને ખુશી છે કે આજે અયોધ્યાની આ ભવ્ય ઘટના દેશ-વિદેશમાં પ્રસારિત થઈ રહી છે. હું તમને બધાને અભિનંદન આપું છું.

આ અગાઉ PMએ રામમંદિરના નિર્માણ કાર્યનું નિરિક્ષણ કર્યું

રામલલાના દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો નકશો જોયો અને માહિતી મેળવી. પીએમ મોદીએ નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીને માહિતી આપવા માટે એક ગેલેરી બનાવવામાં આવી હતી, જેના દ્વારા તેમને માહિતી આપવામાં આવી હતી.

PM મોદીએ રામ લલ્લાના દર્શન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તેમની સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર હતા. પીએમ મોદીએ રામ લલ્લાની આરતી કરી અને તેમને પ્રણામ કર્યા.

Previous Post Next Post