PM મોદીની પ્રશંસા કરતા પુતિન, કહ્યુ-મોદીની સ્વતંત્ર વિદેશ નીતિના કારણે ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે

પુતિને પીએમ મોદીને (PM Modi) મહાન દેશભક્ત ગણાવતા કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેમના નેતૃત્વમાં ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.

PM મોદીની પ્રશંસા કરતા પુતિન, કહ્યુ-મોદીની સ્વતંત્ર વિદેશ નીતિના કારણે ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે

પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન

આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ નિષ્ણાતોની કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમી દેશો પર ઘણું દબાણ કર્યું પરંતુ તેઓ કોઈ દબાણમાં આવ્યા નહીં. તેમણે કહ્યું કે ભારતે એક સ્વતંત્ર દેશ તરીકે ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. પુતિને પીએમ મોદીને મહાન દેશભક્ત ગણાવતા કહ્યું કે તેમના નેતૃત્વમાં ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભારતમાં જબરદસ્ત આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પીએમ મોદીની સ્વતંત્ર વિદેશ નીતિના કારણે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.

પુતિને પોતાના લાંબા ભાષણમાં અમેરિકા અને તેના સાથી દેશો પર નિશાન સાધ્યું હતું. તેમણે યુ.એસ. અને તેના સાથી દેશો પર વર્ચસ્વની “ખતરનાક, લોહિયાળ અને સ્વાર્થી રાજરમતમાં અન્ય દેશો પર તેમની શરતો લાદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. પુતિને દલીલ કરી હતી કે વિશ્વ એક નિર્ણાયક તબક્કે છે. જ્યાં પશ્ચિમના દેશો હવે માનવજાત પર તેની ઇચ્છા લાદવામાં સક્ષમ નથી, પરંતુ તેમ છતાં અમેરિકા તેવું કરવાનો પ્રયાસ કરે છે અને મોટાભાગના દેશો હવે તેને સહન કરવા માંગતા નથી. તેમણે દાવો કર્યો હતો કે પશ્ચિમી નીતિઓ વધુ અરાજકતા તરફ દોરી જશે.

પુતિને એમ પણ કહ્યું કે ભારત સાથે અમારો ખાસ સંબંધ છે. તેમણે તેને ઘણા દાયકાઓ સુધી ફેલાયેલા ગાઢ સહકારી સંબંધ તરીકે દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે અમને ક્યારેય કોઈ મુશ્કેલ મુદ્દાઓ નહોતા આવ્યા અને અમે એકબીજાને ટેકો આપ્યો છે અને હવે આ જ થઈ રહ્યું છે. મને ખાતરી છે કે ભવિષ્યમાં પણ આવું થતું રહેશે.

રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારી વચ્ચે આર્થિક સહયોગ વધી રહ્યો છે, અમે વેપારનું પ્રમાણ વધાર્યું છે. પીએમ મોદીએ મને ખાતરનો પુરવઠો વધારવા કહ્યું છે જે ભારતીય કૃષિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તેનું વોલ્યુમ (જથ્થો) 7.6 ગણો વધાર્યો છે. કૃષિનો વેપાર લગભગ બમણો થયો છે.